________________
પડે
जं पि वत्थं च पाय वा, कंबल पायपुंछणं । त पि सजमलज्जट्ठा, धारंति परिहरति य । न सो परिग्गहो वुत्तो, नायपुत्तण ताइणा । मुच्छा परिग्गही वुत्तो, इह वुत्त महेसिणा ॥
દશ. સૂ. અ. ૬ ગાથા ૨૦-૨૧ વસ્ત્ર, પાત્ર, પગલૂછણિયું, કામળી, રજોહરણ અથવા અન્ય જે પણ ઉપકરણ નિર્મમત્વ ભાવે સંયમયાત્રા માટે અથવા લાજ ઢાંકવા માટે મુનિ ધારણ કરે છે. તેને પ્રાણી માત્રના ત્રાતા કહી જ્ઞાતપુત્ર મહાવીરે પરિગ્રહ ગણાવ્યું નથી. પરંતુ એ મહર્ષિએ મૂછી જ પરિગ્રહ છે એમ કહ્યું છે. કહેવાને આશય એ છે કે જે વસ્તુને મેહબુદ્ધિવશ થઈને, આસક્તિપૂર્વક ગ્રહણ કરવામાં આવે છે તે પરિગ્રહ છે. ભલે પછી તે વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હેય. એક આચાર્ય પણ એ જ વાત કહી છે.
"परि समन्तात् मोह बुद्धया गृह्यते स परिग्रहः ।" એટલા માટે પરિગ્રહને સીધો સંબંધ કે પદાર્થ સાથે નથી. પરંતુ આત્મા સાથે છે. કેઈ પણ સજીવ કે નિજીવ વસ્તુ ઉપર અથવા પિતાના દેડ ઉપર અથવા પિતાના વિચારો, માન્યતાઓ, સંપ્રદાય આદિ પૈકી કોઈના ઉપર પણ આત્માને આસક્તિ, આવી ગઈ–જેની મૂછી, મમતા કે આસક્તિ જેટલી તેજ હશે તે તેટલે જ અધિક સંગ્રહ કરવાની મનમાં લાલસા રાખશે, વિચાર દોડાવશે.
ભલે કોઈ પ્રાણી સંગ્રહ ન કરી શકે પરંતુ તેના મનમાં તદુવિષયક ભાવના તે રહેલી છે જ. તે ત્યાં અપરિગ્રહ નથી. કીડી, કૂતરે, ગાય આદિ મનુષ્યતર પ્રાણીઓ પાસે બાહ્ય દષ્ટિથી જોઈએ તે કઈપણ જાતને સંગ્રહ નથી. પરંતુ તેમના મનમાં સંગ્રહની વૃત્તિ ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલે એ પરિગ્રહવૃત્તિ કહેવાશે, અપરિગ્રહવૃત્તિ નહિ,
અપરિગ્રહ વૃત્તિમાં ભાવનાને પહેલું સ્થાન છે. ધારો કે કઈ માણસે બહારની વસ્તુઓને ત્યાગ કર્યો, પરંતુ અંતરમાં તે એ વસ્તુઓને મળવાની આકાંક્ષા પડેલી છે. પરંતુ તે વસ્તુઓને સંગ્રહ કરી શકતું નથી. આ ત્યાગ નથી, અપરિગ્રહ વૃત્તિ નથી, પણ ભગવાન મહાવીરના શબ્દોમાં કહીએ તે -
वत्थ गंघमलंकारं, इत्थीओ सयणाणि य । अच्छदा जे न भुजति, न से चाइति वुच्चई ॥ जे य कते पिये भोये, लद्धे विपिट्ठी कुब्बई । साहीणे चयइ भोए, से हु चाइ-त्ति वुच्चई ॥
દશ. સૂ. અ. ૩ ગાથા ૩-૪