________________
૪૫૧
ત્રીજી વાત. હે પિતાજી! પુત્ર પણ ત્રણ-શરણ થવાના નથી. જે પુત્રે માટે પિતા શરીરના ચામડા ઉતારીને કમાય છે, પુત્ર માટે પાપ કરીને લક્ષમી ભેગી કરે છે, તો પણ પુત્ર, પિતાને દુર્ગતિમાં જતો અટકાવી શકતો નથી.
એક શેઠને અનાજની દુકાન હતી. અનાજના વહેપારમાં પાપ વધુ થાય, કારણ કે વરસાદના દિવસોમાં અનાજમાં જલદી સડો લાગી જાય છે. સડી ગયેલું અને બટાઈ ગયેલું તથા કલકલ જીવાતથી ભરેલું અનાજ અનાજના વહેપારીઓ દગો કરીને વેચી દે છે. નમુનામાં બતાવવામાં આવતું અનાજ એકદમ સારી કલીટીનું હોય અને આપવાનું તદ્દન સડેલું ! પૈસાના લેભમાં માણસ કેટલું પાપ કરે છે. આ શેઠ ખૂબ અન્યાય-દગાપ્રપંચ કરીને ખૂબ કમાયે. એક જ પુત્ર હતો પિતાની બધી મિલકત પુત્ર માટે વારસામાં મૂકીને શેઠ મરણ પામ્યાં. અને મરીને તે બેકડે છે. એ બેકડો ફરતે ફરતે જ્યાં પિતાની દુકાન છે ત્યાં આવ્યું. અનાજના કોથળા ખુલ્લા પડ્યાં છે. - તેમાં આ બોકડાએ મોઢું નાખ્યું. છેક દુકાન પર બેઠે છે. તરત જ બેકડાના માથામાં . એવી જોરથી લાકડી મારી કે બેકડો તમ્મર ખાઈને પડી ગયો. એવામાં ત્યાં એક કસાઈ આવે છે. આ છોકરે બોકડાને કસાઈને હાથ સેંપવા તૈયાર થાય છે. બરાબર તે જ સમયે એક પવિત્ર સંત ત્યાંથી પસાર થાય છે. આ કરૂણ દશ્ય જોઈને માથું હલાવે છે, ત્યારે આ છોકરો પૂછે છેઃ મહારાજ! આપે મસ્તક કેમ હલાવ્યું?
E
સંત કહે છે ભાઈ! કરેલાં કમ જીવને ભગવ્યા વિના છુટકે જ નથી. રાજામહારાજા હોય કે ચીંથરેહાલ ભીખારી હોય પણ દરેકને કરેલાં કર્મો તે ભોગવવા જ પડે છે. આ બેકડો એ બીજો કઈ નહિ પણ તારો બાપ છે. તારા માટે એણે પાપ કરવામાં બાકી રાખ્યું નથી. એના કમે એ બેકડે થયે છે. પણ તું એને કસાઈના હાથમાં ન ઓંપ. ત્યારે છોકરો કહે છે એ મારો બાપ જ છે એની શી ખાત્રી ? ત્યારે સંત કહે છેતું એને દુકાનમાં પેસવા દે. એણે અમુક ઠેકાણે ચરૂ દાટેલે છે એ ત્યાં જઈને ઉભે રહેશે અને પગથી છેદીને તને બતાવશે. બોકડે થેયે છે, તો પણ તારા પ્રત્યે એને ઘણી મમતા છે. એ બતાવે ત્યાં તું ખેદજે. જે ત્યાંથી ધનને ચરૂ નીકળે તે માનજે કે એ તારે બાપ છે. બધું જ સંતને કહેવા પ્રમાણે બને છે. આ જોઈ છોકરાનું વૈધ્રુજી ઉઠયું. સંતે છોકરાનું ભાવિ સુધરશે એમ જાણીને આવા પ્રકારની વાત કરી હતી. આ છેકરાના મનમાં થઈ ગયું કે મારે બાપ આ ધંધો કરીને બોકડો થયે, તે માટે આ પાપને ધંધો શા માટે કરવો જોઈએ? છોકરાએ પોતાનું જીવન સુધારી નાંખ્યું..
કહેવાનો આશય એ છે કે પુત્ર પણ નરકમાં જતાં અટકાવી શકતાં નથી. આ બાપે પુત્રને માટે ગમે તેટલું ભેગું કર્યું પણ એને બાંકડે બનતાં અટકાવી ન શક્ય. આ બે બાળકો