________________
૪૬૦
અમરકુમાર નવકારમંત્રમાં તા એવા લીન બની ગયા કે જ્યારે તેને ઉંચકીને યજ્ઞમાં ડામવા તૈયાર થયા ત્યારે તે જ ક્ષણે વાતાવરણ ફરી ગયું. અમરકુમારના નવકાર– મંત્રની અસર દેવ લેાકમાં થઈ. ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. અવિધજ્ઞાનના ઉપયેગ મૂકીને દેવે જોયું તેા રાજા શ્રેણિકને ત્યાં અમરને યજ્ઞમાં હોમવાની તૈયારી થઈ રહી છે, ત્યાં એકદમ દેવા આવે છે.
66
સુર સિ'હાસન પર બેસાડે, ઉંચકી અમરકુમાર, સૌની વચ્ચે ગુણ ગાવતા અમર અમર કુમાર”
દેવે રાજા શ્રેણિકને સિંહાસન ઉપરથી ઉથલાવી નાંખ્યા. અને અગ્નિની ભભકતી જવાળાને શીતળ કરી નાંખી. હેામ કરનારા ખીજા બધા બ્રાહ્મણેાને બેભાન કરીને પૃથ્વી ઉપર લાંબા કરી નાંખ્યા. સૌના હાશકે।શ ઉડી ગયા. અને અમરકુમારને હવન કરવાના અગ્નિના કુંડને સ્થાને સુદર સિંહાસન બનાવી તેના ઉપર બેસાડે છે. એ માજી દેવા ચામર વીઝે છે. લેકવાણી થઇ કે “ પાપના પ્રત્યક્ષ પરચા જોઈ લે. ’
આ દૃશ્ય જોઈ ને નગરજના તા સ્તબ્ધ બની ગયા. આ છેાકરી તે કઈ દૈવી લાગે છે. સૌએ અમરકુમારને બે હાથ જોડી પ્રાથના કરી કે · સહુના પ્રાણ બચાવેા. ’ મહાપુરૂષા તા બૂરુ કરનારનુંય ભલુ ઇચ્છે તરત જ અમરકુમાર નવકારમંત્ર ગણી પાણીના છાંટણા છાંટી સૌને શુદ્ધિમાં લાવે છે. જાણે નવુ' જીવન મળ્યુ' હાય તેમ સૌ એઠા થયા. રાજાને પણ ભાન થઈ ગયુ` કે આ છેક કોઈ દેવતાઈ પુરૂષ છે. પ્રજાજના પણ માઢે ખેલવા લાગ્યા કે કુમળા નિર્દેîષ બાળકની હત્યા કરનારને કેવા ફળ ભોગવવા પડયા? શ્રેણિક રાજાને પોતાની ભૂલ સમજાઇ. એ પેાતાનું આખુ` રાજ્ય અમરકુમારના ચરણે ધરે છે. નવકારમંત્રનું આવું મહાત્મ્ય જાણી રાજા શ્રેણિક જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયા. અને હાથ જોડી અમરકુમારને વિન ંતી કરી, આ રાજ્યને આપ સ્વીકાર કરશે. અમારા ઉપર આપે ઘણા ઉપકાર કર્યાં છે.
અમરકુમારે સાફ ના પાડી અને કહ્યુ` કે મારે રાજઋદ્ધિ વગેરે કઇ જોઇતું નથી. આ સ્વાથી સંસારનું સ્વરૂપ મે' જોઈ લીધુ છે. આજે મારા આત્માને આ ઉચ્ચ સ્થિતિએ ભાવનાર જૈન મુનિએ શીખવાડેલ નવકારમંત્ર છે. તમે જે કઈ જોઇ શકો છે તે ખધા પ્રભાવ નવકારમંત્રના છે. માટે મારે હવે આ સંસારના પ્રલેાભનમાં મૂંઝાવું નથી. મારા સાચા સગા જૈન મુનિ એવા મારા ગુરૂ અને નવકારમંત્ર છે. જે સંપત્તિ મને મરણનાં મુખમાં ધકેલી દેનાર થઈ એ સંપત્તિ મારે શા માટે સ્વીકારવી ? મારે હવે આ ઝેરીવાસનાથી ભરપૂર સ’સારમાં રહેવુ' નથી, એમ કહી લક્ષ્મીના ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી લીધી અને આત્મસાધના માટે સ્મશાનમાં જઇ ધ્યાનમાં ઉભા રહયા.
આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. આ તરફ ખાળકને વેચી તેનાં મા-ખાપ