________________
- ભારે અને ચૌટે લોકો ફિટકાર અને તિરસ્કાર વરસાવે છે, અને કહે છે કે ધિક્કાર છે એના માબાપને. જે છેડા સના ખાતર ફૂલ જેવા કોમળ બાળકને અગ્નિમાં હેમવા-તૈયાર થયાં છે. અમર માતા પાસે જઈને કરૂણ સ્વરે રડતા રડતે કહે છે કે હું મારી વહાલી માતા !
. માતા મોરી મને મૃત્યુને ડર જ લાગે, તું તે કરૂણાની સરિતા, - માતા મારું હૈયું રે કંપ.માતા મને બચાવી લેને તું આજ... હો માતા મને.
તું તે મને પ્રાણથી પણ પ્યારી છે. પુત્રની વેદના તે માતાનું હૃદય જ જાણી શકે છે. હે માતા! હું તને કદી પજવીશ નહિ ખાવાનું પણ નહીં માંગુ. તું કહીશ તેમ કરીશ, મા...તું મને બચાવ. હું તારા શરણે છું. બેલતાં બોલતાં અમરની આંખમાંથી દડદડ આંસુ પડે છે. નાના બાળકનાં કાલાઘેલા અને કરૂણ શબ્દો કઠોર હૃદયનાં માનવીને પણ પીગળાવી દે તેવાં છે. જેવા મળેલા માણસે પણ બોલે છે આ તે કેવી માતા કહેવાય? અમરનાં શબ્દ સાંભળી લેકનું હૃદય પીગળી ગયું. પણ ભદ્રાના કઠોર હૃદયમાં કરૂણાને ઇટિ ૫ણ ઉભરતું નથી. ઉપરથી કહે છે બેટા! હું શું કરું ! તારા બાપે તને વેચી હોય છે. જ્યારે માતાની હુંફ ન મળી ત્યારે રડતે રડતો પિતા પાસે જાય છે અને કહે છે બાપુજી! મને બચાવો. ત્યારે પિતા કહે છે ભાઈ ! હું શું કરું? આ તારી મા માનતી નથી. નહીંતર હું તે તને કયારને ય બચાવી લઉં. માતા-પિતાનાં વાત્સલ્યના નીર સૂકાઈ ગયાં છે. માતા-પિતાએ એકબીજાએ માથે ન લીધું ત્યારે પિતાની સાથે મસ્તી કરનાર ભાઈ-બહેનને કહે છે એ વહાલા ભાઈ અને બહેન ! તમે માતા-પિતાને કંઈક તો સમજાવે. પણ કઈ અમરની વાત સાંભળતું નથી. છેવટે કાકા-કાકી-મામામામી આદિ સગાંઓનાં શરણે જાય છે ત્યારે સહુ એમ જ કહે છે તારા મા-બાપે તને વેચે છે એમાં અમારું શું ચાલે ! કોઈએ આશરે ન આપે. તેથી નિરાશ થઈને પાછો ફર્યો.
રાજાનાં માણસો ઉતાવળ કરે છે. અમરકુમારને હાથ પકડીને લઈ જાય છે. ગામ વએ મહાજન પણ જોવા મળ્યું છે. મહાજનને જોઈને કરુણ સ્વરે વિલાપ કરે અમર કહે છે
મારા માતા - પિતા મારા નથી, કઈ મહાજન મા ને બાપ,
મને મરવું નવ ગમે, બચાવ મહાજન મા ને બાપ. હે મહાજન! જેનું કેઈ ન હોય તેના મહાજન માતા-પિતા તુલ્ય છે. મને એક અનાથ- દીન ગણીને બચાવો- બચાવે- ત્યારે મહાજન કહે છે ભાઈ! જે રાજાને બળાત્કાર હેત તે જરૂર અમે તને બચાવી શકત. પણ આ તો રાજાને હુકમ છે. તારા મા બાપે જાણી બૂઝીને વેચે છે. એટલે એમાં અમારું કંઈ જ ચાલે તેમ નથી. દરેકને એક જ જવાબ મળે છે. અમરને સમજાઈ ગયું કે દુનિયામાં કોણ કોનું? જ્યાં સ્વાર્થના કચરા ભર્યા હોય ત્યાં સ્વચ્છતા ક્યાંથી સંભવે?