________________
૪૫૦
નામનાનું મૂલ્ય શું છે? તારે ગ્રંથ એ મારે જ ગ્રંથ છે. તારી બાર વર્ષની મહેત” પ્રત્યે મારું મન આદરથી જોવે છે.
- રઘુને પ્રેમ ટકાવી રાખવા માટે ચૈતન્ય કે ભોગ આપે ! મિત્ર છે તે આવા હે ને, ભીષ્મ પિતા ઈતિહાસને પાને એમનું નામ અમર કરી ગયા. શાથી? એમનું નામ-તે ગાંગેય હતું. પણ પિતાના પિતાને પરણાવવા ખાતર, પિતાના આનંદને ખાતર આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી. યુવાવસ્થામાં જ તેમણે ભીષ્મપ્રતિજ્ઞા અંગીકાર કરી અને જીવનના છેડા સુધી તેનું પાલન કર્યું, તેથી તે ભીષ્મપિતા કહેવાયા. દેવભદ્ર અને જશભદ્ર હજુ આગળ તેમના પિતાને કહે છે –
તમને વિનવું છું પિતાજી, તમારા પગમાં પડી, 'હવે નહીં રે રાચીએ અમે સંસારમાં ઘડી, કહેવું પિતાજી તમને ઘડી ઘડી. હવે નહીં રે રાચીએ...
ભલે રાખે તમે સહુ સંસારમાં અમને,
અમે તે વરી ચૂક્યા છીએ અમારા સંયમને, અમારા હૈયે રમે છે અરિહંતનું રટણ હવે નહીં...
સંસારના મિંઢળ અમારે નથી બાંધવા, - અન્ય કઈ દેવને નથી આરાધવા,
આ સંયમ જીવનની અમને કેડી જડી... હવે નહીં. હે પિતાજી! અમને જીવનની સાચી કેડી જડી ગઈ છે. માટે હવે અમે આ સંસારમાં એક ઘડી પણ રહેવા તૈયાર નથી. વળી આપ કહો છો કે પહેલાં વેદ ભણે, પણ હે પિલાજી ! એકલી વેદવિદ્યા પણ ત્રાણ-શરણ નથી. જેમને તમે ભોજન કરાવવાનું કહો છે તેવા બ્રાહ્મણે તે પોતાનું પેટ ભરનારા અને પશુવધ કરાવીને-યજ્ઞ કરીને પાપને પ્રોત્સાહન આપનારા છે. તેમને ભોજન કરાવવાથી “સુત્તા રિયા નિનિત તમં તમે.”
જ્યાં ઘેર અંધકારથી પણ અંધકાર છે એવી નરકમાં જવાય છે. નરકમાં પરમાધામીઓ જીવને કેટલું કષ્ટ આપે છે? આ ભવમાં જ માણસ બળદો પાસે ગજા ઉપરાંત કામ કરાવે છે. સવાયા ને દેઢા ભાર ભરે છે અને તે ઢોરો નબળા બની જાય ત્યારે વધ કરે છે. તેવા ઘેર પાપ કરનારા છને નરકમાં પરમાધામીઓ ગાડે જેડીને એની કાંધ ઉપર ધગધગતી ધૂંસરી મૂકે છે. ખૂબ માકૂટ કરે છે. જે માણસ અહીંયા પરસ્ત્રી ગમન કરતે હોય છે તેને ત્યાં પરમાધામીઓ લેઢાની તપાવેલી પૂતળી સાથે આલિંગન કરાવે છે. અપાંગ છેદી નાંખે છે. પારાની જેમ એના અંગોપાંગ પાછા મળી જાય છે. એનું આરષ્ય નિકાચિત હોય છે. એટલે કર્મની સજા ભોગવ્યા વિના તેમને છૂટકારો થતું નથી. આવા ઘેર દુઃખે નરકમાં જીવને ભેગવવા પડે છે.