________________
હાથમાં પણ નહિ ઝાલે. મારે બાર મહિનાને શ્રમ પાણીમાં ગયે. તેનું હાસ્ય ઉડી ગયું. મુખ ઉપર વિષાદની છાયા છવાઈ ગઈ.
મિત્રનું મુખ જોઈ ચતને પૂછે છે ભાઈ! તું આવ્યું ત્યારે તારા મુખ ઉપર કેટલે આનંદ હતા! અને અહીં આવ્યા પછી તારું મુખ ઉદાસ કેમ થઈ ગયું? તારે આનંદ, કેમ ઓસરી ગયે? ત્યારે રઘુએ કહ્યું, મિત્ર! તારો ગ્રંથ જોઈ મારું મસ્તક તારા ચરમાં મૂકી જાય છે. મને એમ થાય છે કે મારો શ્રમ પાણીમાં ગયે. આપણે બંનેએ એક જ વિષય પર લખ્યું છે. પણ તારી લખવાની શૈલી અદ્ભુત છે. તારી મૌલિકતા પણ અજબ છે. એમ એણે મિત્રની પ્રશંસા કરી. રઘુની ઉદાસીનતાનું કારણ ચૈતન્ય સમજી ગયે. એણે કહ્યું-તારી મહેનત વ્યર્થ નહિં જાય. રઘુ, તું ચિંતા ન કરીશ.
બંધુઓ ! જુઓ. આ મિત્રના પ્રેમ કેવા હતા? તમારી આજની મિત્રતાનું ક્ષેત્ર ઘણું સંકુચિત છે. પાંચ મિત્રની ટોળીમાં છઠ્ઠો ન મળી શકે. આજની તમારી મિત્રતા ખાબોચિયાના પાણી જેવી છે. તમારી મિત્રતામાં ફક્ત સ્વાર્થ ભર્યો છે. તમારા મિત્ર સાથે સધાય ત્યાં સુધી જ તમારાં છે. સ્વાર્થ સધાઈ જાય એટલે “તલ તારા ને મગ મારા” એમ કહીને છૂટા થઈ જાય છે. આ તે મૈત્રી નથી પણ મોહ છે પ્રેમ એ હેમ છે.” “અને સ્વાર્થ એ કથીર છે.” આજને પ્રેમ એ જડ પુદ્ગલ પૂરતો છે.
ચૈતન્ય રઘુની ઉદાસીનતાનું કારણ સમજી ગયે. પણ એણે એ વિચાર ન કર્યો કે હવે મારે રઘુની સાથે મૈત્રી નથી રાખવી. તમે તે તરત જ મૈત્રી તોડી નાખે. એક વખત પુનમની રાત્રે બંને મિત્રો નદી કિનારે ફરવા ગયાં છે. બંને હોડીમાં બેસી જળવિહાર કરી રહ્યા છે. નૌકા નદીના મધ્યભાગે આવી ત્યાં ચૈતન્ય બે હાથમાં કંઈક ઉપાડીને જલ્દી જળમાં પધરાવી દીધું. રઘુએ પૂછ્યું. મિત્ર! તે આ શું કર્યું? ચૈતન્ય ચંદ્રિકા જેવું સ્મિત કરીને કહ્યું. મારા મિત્રના ગ્રંથ રૂપી ચંદ્રને મારો ગ્રંથ રૂપી રાહુ ગળી જતો હતું, તેને મેં પાણીમાં પધરાવી દીધું.
મોંઘા માનવ જીવનમાં પરમાર્થ તું કરી લે, બીજાને સુખ દેવા જન્મ તું આ ધરી લે.... મેઘા.. ' સુખડ બીજાને માટે પિતે ઘસાઈ જાયે,
ઘસવા છતાં યે જ્યારે સુવાસને ના છેડે..ઘા... આ જોઈને રઘુને તમ્મર આવી ગયાં. મિત્ર ! તે આ શું કર્યું? આ અપૂર્વ ગ્રંથ તે પાણીમાં પધરાવ્ય ! જે પુસ્તક તારી કીતિને વધારત તેને તે આમ સહજમાં જળશરણ કર્યું ? ચૈતન્ય કહે, રઘુ! માણસની કિંમત છે. કીતિ એની આગળ ગૌણ છે માસ મિત્રની પ્રસન્નતા આગળ એ ગ્રંથ તણખલા તુલ્ય છે. માણસના મૂલ્ય આગળ કીર્તિ અને
શ, ૫૭