________________
૪પર
કહે છે કે હે પિતાજી! પુત્રે પણ પરલોકમાં ત્રાણ-શરણ થનાર નથી. માટે આપની આ વાતને માનવા અમે તૈયાર નથી. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૬૨
ભાદરવા વદ ૬ ને રવિવાર તા. ૨૦-૮-૭૦
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનને અધિકાર ચાલે છે. ભૃગુ પુરોહિતના બે પુત્ર દેવભદ્ર અને જશભદ્રને જડ-ચેતનનું ભેદ વિજ્ઞાન થયું છે. જડની પૂજા છેડી ચૈિતન્ય દેવની ઉપાસનામાં એમનું ચિત્ત ચુંટી ગયું છે. એવા પુત્રોને એના પિતા સંસારના વિનશ્વર સુખ ભોગવવા માટે આગ્રહ કરે તે પણ એ સમજે ખરા? એક વખત વૈરાગ્યને રંગ લાગ જોઈએ. આ બંને પુત્રો એમના માતા-પિતાને કહે છે કે-તમે અમને જેમાં ખુંચવી રાખવા ઈચ્છે છે તે સંસાર કે છે?
खणमित्तसुक्खा, बहुकालदुक्खा, पगामदुक्खा अणिगाम सुक्खा । संसार मोक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥
ઉત્ત. સૂ અ. ૧૪ ગાથા-૧૩ : હે પિતા! આ સંસારમાં ક્ષણમાત્રનું સુખ છે. એની પાછળ લાંબાકાળનું દુઃખ ઉભેલું છે. એવા સુખમાં કોણ રાચે? જ્યાં એક પાઈની કમાણી હોય અને તેની પાછળ સો રૂપિયાનું નુકશાન હોય એવો ધંધો તમે કરો ખરા? “ના” જે એ બેટને ધ કરતા નથી તે આ સંસારનું સુખ બેટના ધંધા જેવું છે. જે સુખમાં લુબ્ધ બની ગયા છે એ સુખ તમને દુઃખની ખાઈમાં ધકેલી દેનાર છે. એ ક્ષણિક સુખ માટે તમે પરિગ્રહ ભેગો કરી છે, પણ તે પરિગ્રડ જીવને ચતુર્ગતિ સંસારમાં રખડાવનાર છે.
બંધુઓ! પરિગ્રહ વૃત્તિને અર્થ માત્ર કઈ વસ્તુઓને ગ્રહણ કરી લેવી એટલે જ થતું નથી. જે ગ્રહણ કરી લેવા માત્રથી પરિગ્રહ થઈ જાય તે એક સાધુ અનેક ઠેકાણે ફરે છે. અનેક સ્થાનેને ગ્રહણ કરે છે. જીવન ધારણ માટે અનેક વસ્તુઓને ગ્રહણ કરે છે. તે આ પણ પરિગ્રહ થઈ જાય. પરંતુ નિષ્પરિગ્રહ શિરોમણી ભગવાન મહાવીરે તેને પરિગ્રહ કહ્યો નથી. પરિગ્રહ કયાં થાય છે અને કયાં નથી થતું તે માટે ભગવાને સિદ્ધાંતમાં બતાવ્યું છે કે –