________________
.
.
-
-
-
-
સ્વરૂપ છે. પરંતુ પિતાના સ્વરૂપને ભૂલીને બહારમાં સુખ માની રહ્યો છે. તેથી પોતાનાં આનંદને અનુભવ તેને થતો નથી. જેમ પાણીનો મૂળ રવભાવ ઠડે છે. અગ્નિના સંયોગે તે ઉનું થાય છતાં તેને ઠંડે સ્વભાવ નાશ પામી ગયે નથી એટલે ઉનું પાણી ઠંડુ થઈ જાય છે. તે જ રીતે આત્માને ચિદાનંદ સ્વભાવ શાંત, અનુકૂળ અને કંડ છે, પણ પુણ્ય પાપની અવરથાથી અત્યારે આકુળતા-વ્યાકુળતા થાય છે. પરંતુ તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. જેમ સર્વજ્ઞ પરમાત્મા છે તે જ આ આત્માને સ્વભાવ છે. આવા સ્વભાવને લક્ષ્યમાં લઈને એકાગ્રતા કરતાં નિર્મળ શાંતિ પ્રગટે છે અને મલિનતા ટળી જાય છે. માટે સંતને સમાગમ કરી યથાર્થ સમજણ મેળવી આત્માના સ્વભાવની પ્રિતીતિ કરે તે આનંદને અનુભવ થશે અને જન્મ-મરણના ફેરા બંધ થઈ જશે. -
પરંતુ જે આત્માઓને પિતાના આત્માની ઓળખાણ થઈ નથી તેવા આત્માઓ તે લક્ષમી મેળવવા માટે રાત-દિવસ પાપ કર્યા કરે છે. પણ બંધુઓ ! તમારી આ લક્ષ્મી કેવી છે! જ્ઞાનીઓએ કહ્યું છે કે લક્ષમી વીજળી જેવી છે. વીજળીને ઝબકારે થઈને જેમ ઓલવાઈ જાય છે તેમ લમી પણ પુણ્યના ભેગથી આવે અને પાપને કિંજલ થતાં શ્રાધી જાય છે. તેને અધિકાર પતંગના રંગ જેવું છે. પતંગને રંગ જેમ ચાર દિવસની ચડતી છે તેમ લક્ષમીને અધિકાર પણ કાયમ રહેતો નથી. પણ થોડો કાળ રહીને જતા રહે છે. માટે સત્તા અથવા અધિકાર મળ્યાં તે તેને સદુપયોગ કેમ થાય, અને પ્રજાના દુઃખ દૂર કરવામાં તેને ઉપગ કેમ થાય તેનું ધ્યાન રખાય તે તે અધિકારને સદુપગ છે. માટે દરેક મનુષ્ય લક્ષમી, અધિકાર અને સત્તા મળે તે તેને ઉપગ જેટલું બને તેટલે પરોપકાર અર્થે કરવાથી જ લાભ છે. જે તેમ નહીં કરે તે પાછળથી પસ્તાવાનો વખત આવશે.
આયુષ્ય પાણીનાં મોજા જેવું છે. જેમ પાણીને હળે આવ્યો કે ગમે તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં જવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતાં ઈન્દ્રના ધનુષ્ય જેવા છે. ઈન્દ્રનું ધનુષ્ય વરસાદના વખતમાં દેખાય છે અને ક્ષણવારમાં નાશ પામી જાય છે. તેમ યૌવનમાં કામને વિકાર થાય ત્યારે જે સંયમ રાખવામાં ન આવે તે શરીરની શક્તિ ક્ષીણ થઈ જતાં અનેક રોગો થાય છે. અને પછી ઘડપણમાં પસ્તાવાનો વખત આવે છે. આ બધા ચંચળ અને વિનાશી છે જ્યારે આત્મા અખંડ અને અવિનાશી છે. તેથી જેણે આત્માને જાણે તેણે બધું જાણ્યું. ત્રણે કાળમાં પરમાર્થને પંથે એક છે, માટે કષાયની ઉપશાંતતા કરી, મનને કાબૂમાં રાખી દેહ અને ઈન્દ્રિયને મેહ એ છે કરે.
બંધુઓ ! આ યુગમાં જ મહાત્મા ગાંધી જેવા મહાપુરૂષ થઈ ગયા. તેમણે પિતાનું