________________
પાણીથી ધોઈ નાંખો તે ઝેર બની જાય. તેવી રીતે જે વાણીમાં કટુતા હોય, કટાક્ષ હેય અને બીજાને ઉતારી પાડવાની ભાવના હોય તે એ વાણું ઝેર રૂપ જ નિવડે ને?
ભલે ઓછું બોલાય પણ મધુર બોલવું. આપણું વચનથી કેઈને દુઃખ ન થવું જોઈએ. માણસ અહંકારથી શોભતું નથી પણ અલંકારથી શોભે છે. માનવના અલંકાર એટલે પરોપકારી વચને, માટે દરેક મનુષ્યને માન આપતાં શીખે. કારણ કે આજે નીચે બેઠેલે આત્મા કાલે ઉચ્ચ ગતિએ જનારે હોય છે. મૃગાવતી શિષ્યા હોવા છતાં ચંદનબાળા કરતાં પહેલાં કેવળજ્ઞાન પામી ગયા.
અહીં પણ ભૂગુ પુરોહિતના પુત્રો પહેલાં જાગ્યા છે. એમની વાણની મધુરતાથી, મીઠા શબ્દો વડે પિતાને કેવી રીતે સમજાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
આજે બોટાદ સંપ્રદાયના બા.બ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજીને મા ખમણનું પારણું છે. હજુ ભાગ્યવાન રાજગૃહી નગરીમાં વિદભાઈને તપશ્ચર્યા ચાલુ છે. આજે એમને ૧ ઉપવાસ છે. વીર પ્રભુના શાસનને કે અજબ પ્રભાવ છે !
આજે સતીજીની તપશ્ચર્યાના બહુમાન નિમિતે સૌ સારા સારા પ્રત્યાખ્યાન ક. સમય થઈ ગયું છે, એટલે આટલું કહીને વિરમું છું.
વ્યાખ્યાન નં...........૬૧
ભાદરવા વદ ૫ ને શનિવાર તા. ૧૯-૯-૭૦
અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે ભવ્યજીના આત્મ ઉદ્ધારને માટે આગમરૂપ વાણની પ્રરૂપણું કરી. ચાર મૂળ સૂત્રમાં ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનમાં છ જીને અધિકાર ચાલે છે. તેમાં બે આત્માઓને સંસાર દાવાનળ જેવો લાગે છે. સ્વ–પરને વિવેક જાગતાં આત્મા એ વિચારે છે કે અનાદિકાળથી જીવ પરમાં જ પડયો છે. અને પરની ગુલામી કરી રહ્યો છે. પર વસ્તુમાંથી સુખની આશા રાખી રહ્યો છે. ભૌતિક સુખ માટે અઢાર પ્રકારના પાપનું આચરણ કરી રહ્યો છે. આ જ જીવની અજ્ઞાન દશા છે.
દેવભદ્ર ને જશોભદ્ર આ બંને બાલુડાને આત્માની સાચી ઓળખાણ થઈ ગઈ છે. તેથી તેઓ વિચારે છે કે આ આત્મા દેહથી ભિન્ન ચૈતન્ય તત્વ છે. તે પિતે આનંદ