________________
કપ એવી માન્યતા છે. એક વખત એક બાઈને પતિ ગુજરી ગયા છે. માતા કહે છે બેટા! તારો બાપુજીની પાછળ આપણે બ્રાહ્મણોને જમાડવાનું છે. શય્યા ભરવાની છે. આ કરે એક જૈન મિત્રના સહવાસથી જૈન ધર્મની શ્રદ્ધાવાળું હતું. તેથી એને આ બધું પસંદ ન હતું. એટલે કહે છે બા, આપણે બ્રાહ્મણને બધું આપીએ તેમાં મારા બાપુજીને કંઈ થોડું મળવાનું છે? ત્યારે માતા કહે છે, એ બ્રાહ્મણોને જમાડયા વિના તારા બાપુજીને સદ્ગતિ ન મળે. માતાને ખુશ રાખવા પુત્રે એ બધું જ કર્યું. બાપ પહેરત હતો તેવા વસ્ત્રો-વીંટી-બટન-વાસણ-પલંગ–ગાદલું-ઓશીકું વિગેરે બધું જ લાવ્યા. બ્રાહ્મણોને જમાડવા માટે ચોખ્ખા ઘીના લાડવા બનાવ્યા. બાપના બારમાને દિવસે બ્રાહ્મણને બોલાવ્યાં. બ્રાહ્મણે જમવા બેઠા ત્યારે છોકરે કહે છે-મારા બાપુજીને જમતા પહેલાં અફીણ ખાવાની આદત હતી, એટલે મેં આ અફીણ ઘોળીને તૈયાર કર્યું છે. માટે તમે બધા થોડું થોડું પી જાવ. કારણ કે અફીણ પીવે પછી જ મારા બાપુજીના પગમાં જેર આવતું હતું. તે તમે અફીણ પીવે તે જ મારા બાપુજીને સ્વર્ગ મળે ને? માટે અફીણ પીવો, ત્યાર પછી જ લાડવા ખવાશે. બ્રાહ્મણે તે હાથ ધોઈને ઉભા થઈ ગયા. છોકરો કહે છે હું તમને જમવાનું ના કહેતો જ નથી. ત્યારે બ્રાહ્મણે કહે છે ભાઈ ! અમે અફીણ પીએ તેમાં તારા બાપને કંઈ મળવાનું નથી. તે તમે શા માટે આમ કરવાનું કહે છે? ત્યારે કહે કે આ તે અમારું પેટ ભરવા માટે જ અમે ઉભું કરેલું છે. - આ પુત્રો કહે છે બાપુજી! એ બ્રાહ્મણોને જમાડવાથી સગતિ મળી જતી નથી. તેમજ પુત્ર પણ આપણને સ્વર્ગની સીડી બતાવવાના નથી. માટે તમારી આ માન્યતા ભૂલભરેલી છે તેને કોણ સ્વીકાર કરે? એક જ વખતના સંતદર્શનમાં આ બે બાલુડાની મિથ્યાદષ્ટિ ટળી ગઈ. સત્ય દષ્ટિ ખુલી ગઈ. પણ હજુ સમાજમાંથી મિથ્યા માન્યતાઓ ગઈ નથી. શ્રાવકને ઘેર કંદમૂળ વપરાય? અહીં કંઈક ઘેર કંદમૂળ જોવા મળે છે. આ બધું શાણા શ્રાવકે તજવું જોઈએ.
વ્યાખ્યાન નં. ૫૯
ભાદરવા વદ ૩ ને ગુરૂવાર
તા. ૧૭-૯-૭૦
શાસ્ત્રકાર ભગવંતે ઉત્તરાધ્યયન સૂત્રના દશમા અધ્યયનમાં ફરમાવ્યું છે કે “સમય જોયમ મા પમાયાહે ગૌતમ! સમય માત્રને પણું પ્રમાદ ન કરે.