________________
સંકચર પોતાના તપના પ્રભાવથી સિંહ જેવા ક્રૂર પ્રાણીને સ્થંભાવી દેનારા મુનિને કામદેવે ક્ષણવારમાં સ્થંભાવી દીધા. આ માટે જે જ્ઞાનીઓએ કામવાસના ઉપર વિજય મેળવવાનું કામ દુષ્કર કહ્યું છે. -
જેના મનમાં વિકાર જાગે છે એવા મુનિ, કેશાની આગળ વિષયભોગની યાચના કરે છે. ત્યારે કેશા કહે છે: મહારાજ! જેની પાસે ધન હોય તેનું અહીં કામ છે. ધન વિના અહીં કેઈનું સન્માન થતું નથી. મુનિ કોશાના શબ્દો સાંભળી વિચારમાં પડી ગયા. છેવટે તેમને યાદ આવ્યું કે નેપાલ-દેશને રાજા એના રાજ્યમાં જે સાધુ પહેલા વહેલા જાય છે તેને રત્નકંબળ વહેરાવે છે. એ લાવીને કેશાના ચરણે ધરી દઉં તો મારું કામ સફળ થશે. જુઓ ! વિષયવાસના કેવી ભયાનક છે! મુનિ ભાન ભૂલ્યા અને ઉપડયા નેપાળ દેશમાં. એ મુનિને ખબર ન હતી કે આ કેશા સ્યુલિભદ્રથી બોધ પામેલી છે. મહામુશીબતે ઉગ્ર વિહાર કરીને નેપાળ દેશમાં પહોંચ્યા. રાજાની પાસે રત્નકાંબળીની યાચના કરી એટલે રાજાએ મુનિને મહાકિંમતી રત્નકાંબળી વહેરાવી. તે લઈને મુનિ પાછા ફરે છે. રસ્તામાં ચેરિએ તે કાંબળી લૂંટી લીધી. ત્યારે મુનિ ફરીને રાજા પાસે ગયાં. રાજાએ ફરીને રત્નકંબલ વહેરાવી. તે લઈને ખૂબ કષ્ટો વેઠતાં ઉગ્ર વિહાર કરીને પોતાને સ્થાને પહોંચી ગયા. અને કોશાના ચરણમાં રત્નકંબલ અર્પણ કરી. ભોગના સુખની ખાતર મુનિએ કેટલાં કષ્ટો વેઠયાં ? આટલું કષ્ટ કર્મોની નિર્જરા કરવા માટે વેઠે તો કર્મના ભુક્કા ઉડી જાય.
રત્નકાંબળી જેવી કોશાને આપી તેવી જ મુનિને દેખતાં હાથમાં લઈને પગ લુછીને તેણે ખાળમાં ફેંકી દીધી. ત્યારે મુનિ કહે છે કે શા ! તને કંઈ ભાન છે? મૂખી જ લાગે છે. આ રત્નકંબલ લાવતાં કેટલી મહેનત પડી છે? એને તું પગે લૂછીને ખાળમાં ફગાવી દે છે ? ત્યારે કોશા કહે છે મુનિ! હું તે મૂખી છું પણ તમે તે મૂર્ખના સરદાર છે. મેં તે રત્નકંબલ ખાળમાં નાખી પણ તમે તે રત્નત્રય રૂપી ભાવ-રત્નકંબલને વિષય વાસનાની ગટરમાં ફગાવી રહયાં છો ! હવે મૂર્ખ કોણ ને ડાહ્યું કણ? તેને નિર્ણય તમારી જાતે કરી લેજે. - જેમ રાજેમતીએ રહનેમીને ઠેકાણે લાવવા માટે કઠોર શબ્દ કહયાં હતાં તેમ કોશાએ આ મુનિને કઠેર વચને કહી દીધા. અને કહ્યું કે હું સ્યુલિભદ્રથી બંધ પામેલી છું. તમે એમની સામે હરિફાઈમાં ઉતર્યા છે પણ વિચાર કરે. એની બરાબરી કરી શકે તે બીજે કઈ પુરૂષ નથી. ચાર મહિનાને બદલે તમે તે એક રાત્રિ પણ નિર્વિકા પણે રહી શક્યાં નથી. ધિક્કાર છે તમારી મને વૃત્તિને ! એમ અનેક કઠણ શબ્દો કહયાં. - કેશાના વચન સાંભળી મુનિની સાન ઠેકાણે આવી જાય છે. મુનિ શાના ચરણમાં
શા. ૫૫