________________
આભાને ઓળખીને ભગવાન સાથે એક થઈ જવાનું છે. તે જ મનુષ્યભવ મળે કામને છે.
જ્યારે તીર્થકર પ્રભુ દેશના આપે ત્યારે દેવતા, દેવીઓ, તિય અને હજારો શ્રાવક શ્રાવિકાઓ આવે છે. અને બધા પર એક સરખી જ્ઞાનગંગા વહાવે છે, પણ જે અધિકારી હોય તે જ તેમાંથી તેને સાર મેળવી શકે છે. અને મનુષ્ય જન્મ સફળ કરી શકે છે. માટે અત્યારે જે સમય મળે છે તેને આત્મ સાધના કરવામાં વીતા. શુભાશુભ કર્મોથી જે સારું થાય છે તેને હર્ષ નહિ અને ખરાબ થાય તે તેને શોક નહિ. તેમ નિલેષપણે જે રહેતાં શીખે તે નવાં કર્મ બંધાય નહિ અને પૂર્વે કરેલાં કર્મોને બાળી શકો. અને જે કર્મો ઉદયમાં આવ્યા હોય તેને ભોગવીને નિર્જરા કરી. શકાય. આ રીતે માનવ જીવનની સફળતા મેળવી શકાય છે. . .
અત્યારે પાંચમો આરે ચાલે છે તેને કળ યુગ કહે છે. આગળના ચોથા આરાને સતયુગ કહેતાં હતાં. તે સમયમાં એટલે કે ચોથા આરામાં ઘણો જ તપ કરે ત્યારે મોક્ષ મળસે હતો. જ્યારે આ પંચમ આરામાં ભગવાને “કુંડામાં રત્ન” કહ્યું છે. - જૈનધર્મની માન્યતા છે કે એક નવકાર મંત્રના શુદ્ધ જાપથી કમની નજર થઈ શકે છે. અને હિન્દુ ધર્મની માન્યતા છે કે રામનામના જાપથી પણ આત્મા ઇશ્વરની સાથે એક થઈ જાય છે. બધા ધર્મોનું ધ્યેય તે આત્મ કલ્યાણ કરવાનું છે. પરંતુ જેન ધર્મે મુક્તિનો માર્ગ બહુ ઉંડા જઈને બતાવ્યું છે અને સમજાવ્યું છે. જે મનુષ્ય શુભ ભાવ કરે તો પહેલા બાંધેલાં કર્મોની નિર્જરા થાય છે. અને અશુભ ભાવ કરે તે નવાં કર્મો બંધાય છે. બધે આધાર ભાવના ઉપર છે. જ્યારે આ દેહ અને આત્મા બંને ભિન્ન દ્રવ્યો છે એમ સમજાશે ત્યારે જડ ચૈતન્યની ઘણાં સમયથી બંધાયેલી ગાંઠ છૂટી જશે અને પછી શરીર ઉપરનો મમત્વભાવ ઓછો થવા લાગશે. અને મનની ભાવના આત્માના શુદ્ધ સ્વરૂપ-સ્વભાવ તરફ વળવા માંડશે. તેથી ધીમે ધીમે સંસાર અસાર છે તે તમને ખ્યાલ આવતો જશે. અને તેથી કુદરતી રીતે જ ત્યાગ–અને વૈરાગ્યની ભાવના થશે. તેવી ભાવના થતાં તમારામાં કઈ ચીજની વાસના રહેશે નહિ. અને નવા કર્મ બંધાશે નહિ. તેથી ચારિત્ર તે સહજ રીતે તમારામાં આવી જશે. અને પછી જ્ઞાની પુરૂના કહેવા પ્રમાણે સમ્યદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફ ચારિત્ર થતાં મોક્ષને માર્ગ ખુલ્લે થશે. અને પછી તમારા જન્મ–જરા અને મરણના ફેરા બંધ થઈ જશે. માટે પ્રથમ જડ-ચૈતન્યના ભેદજ્ઞાન મેળવવાની જરૂર છે. આ ભેદજ્ઞાન થયા પછી નવા કર્મની આવક બંધ થઈ જશે. અને પહેલાં જે કર્મ બાંધ્યા છે તેની નિર્જરા થશે. માટે બંધુઓ! આ જે મનુષ્ય ભવને અમૂલ્ય સમય મળ્યો છે તેને વેડફી ન નાંખતા આત્મસાધના કરવામાં તેને સદુપયોગ કરે.