________________
અહીંયા ભુગ પુરેહિતના બે બાલુડાને સમયની કિંમત સમજાઈ ગઈ છે. તેથી તેઓ આત્મ સાધના કરવા તત્પર બન્યા છે. આ બે પુત્ર એના પિતાને કહે છે કે પિતાજી! આપ કહે છે કે તમે વેદ ભણે, પણ અદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદ એ ચાર વેદે ભણવા માત્રથી કંઈ મેક્ષ મળતું નથી. પણ “જ્ઞાન ક્રિયાક્યાં છે?” પ્રથમ જ્ઞાન અને એ જ્ઞાન પ્રમાણે ચારિત્ર (આચરણ) કરવાથી મોક્ષ મળે છે. વળી આપ કહે છે કે બ્રાહ્મણને ભોજન કરાવે તે પિતાજી! બ્રાહ્મણ કેને કહેવાય?
સમાત સમળો હોર, વમળ મળો ” - સમતાથી સાધુ થવાય છે. અને બ્રહ્મચર્યનું પાલન કરે છે તે બ્રાહ્મણ કહેવાય છે. ખરેખર સાચે બ્રાહ્મણ તે એ છે કે, જે સંસારમાં રહેવા છતાં અલિપ્ત ભાવે રહે છે, જે કદી અસત્ય બોલતે નથી, જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તે જ સાચે બ્રાહ્મણ છે, પણ અત્યારના બ્રાહ્મણે તે કેવા છે તે આપ જાણે છે. કહ્યું છે કે – માન્ ત્રાળની ચ” બ્રાહ્મણને લાડવા બહુ જ પ્રિય હોય છે. અને ધર્મને બહાને હિંસા કરનારા હોય છે. માટે બ્રાહ્મણને જમાડવાથી કંઈ પુણ્યનું કારણ બનતું નથી. આ રીતે આ બંને પગે સાચા બ્રાહ્મણ તો તપ-ત્યાગ ને ચારિત્રમાં રકત હોય તેને જ કહેવાય તેમ પિતાને સમજાવી રહ્યાં છે. કારણ કે તે બંનેના દિલમાં સાચી શ્રદ્ધાને દિપક પ્રગટી ગમે છે. તેથી જ એના પિતાને પણ જડબાતોડ જવાબ આપી દે છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન...નં. ૬૦
ભાદરવા વદ ૪ ને શુક્રવાર તા. ૧૮-૯-૭૦
આ ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાં ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. વીતરાગ પ્રભુની વાણી મહામંગલકારી, વિન હરનારી, શાંતિ કરનારી, આપદાને ભેદનારી, ભાવરત્ન ચિંતામણી સમાન ઈચ્છિત સુખને આપનારી છે. આવી અપૂર્વ વાણી સાંભળતાં કેટલાય સમય વહી ગયે, છતાં જીવને તેમાં રસ પેદા થતું નથી.
ભૃગુ પુરોહિતનાં કુમળા ફૂલ જેવા ખાતાં સૂવે અને ખાતાં ઉઠે એવા બે બાલુડાં