________________
ગુજરી ગયા હોય, જેના ઉપર કુટુંબનું ગુજરાન નભતું હતું, એના શબને અનિસંસ્કાર પણ હજુ કર્યો નથી તે સમયે પ્રિય પતિના વિયેગના દુઃખથી દુઃખી થયેલી સી કેવી કરૂણ સ્વરે વિલાપ કરે છે! એ વખતે તેને કેઈ મધુર ગીત સંભળાવે તે તેને આનંદ આવે ખરો? તેમ હે બ્રહ્મદર! જે સંગીતના સુર સાંભળતાં તને આનંદ આવે છે, તે મને તે તરતની જ વિધવા થયેલી સ્ત્રીનાં વિલાપ જેવા લાગે છે. વળ્યું છે િિાં અને આ તારાં નાટક મને તે વિડંબના રૂપ જ લાગે છે. જેમ કોઈ મનુષ્ય દારૂના નશામાં પાગલ બનીને કુચેષ્ટાઓ કરે છે તેવી જ રીતે આ સર્વ નાટકની ચેષ્ટાઓ
છે. અને હવે નામના મારા આ તારા આભૂષણે નિરર્થક ભારરૂપ લાગે છે. તેણે મા સુજE” અને જે કામમાં તમે સુખ માની રહ્યાં છે તે છેવટે દુખદાયક છે. અને તે સર્વેથી અતિ ભયંકર છે. આવા કામ તે જીવે અનંતીવાર ભેગવ્યા છે.
આ સંસારના સુખે કાદવ અને કચરું જેવાં છે. જેને એક માણસ છેડે છે તેને બીજો ભેગવવા તૈયાર થઈ જાય છે. માટે હે રાજન! આ સર્વે વૈભવિક સુખો એક દિવસ તમારે પણ અવશ્ય છોડવાના છે. કાળા દિવસે દિવસે નજીક આવતો જાય છે. મૃત્યુલોકમાં જન્મ પામીને જન્મ, જરા અને મરણના ફેરા ટાળી દેવાની જરૂર છે. મૃત્યુને ધનવાન, ગરીબ કે સર્જનની શરમ પડતી નથી. મૃત્યુની ગાડી તે અવિરતપણે ચાલ્યાં જ કરે છે. માટે બ્રહાદત ! મહેલ મિનારા ને મોટરગાડી, કાકા કુટુંબ કબીલા ને લાડી
અંત સમયે તારી સાથે નહિં આવે, બાળી મૂકે તારી કાય રે લાખ લાખ રૂપિયાની,
કોથળીઓ મનવા આવે નહિ તારી સાથે રે. તારી આ સેનાની લગડીઓ, હીરા-મોતીના હાર, અને આ સુંદર મહેલે તારી સાથે નહિ આવે. એ તારી સંપત્તિ એક સેકન્ડ પણ મૃત્યુને અટકાવી શકે તેમ નથી. તારો આત્મા ગયા પછી તારા સુંદર શરીરને તે બધા ભેગા થઈને જલાવી દેશે. પરિગ્રહ તને દૂર્ગતિમાં લઈ જશે. માટે ભાઈ ! તું સમજી જા. છતાં પણું બ્રહ્મદત્ત ન સમજ્ય. ૭૦૦ વર્ષનું આયુષ્ય ભોગવતાં જે ચક્રવતિના સુખો ભેગવ્યાં તેને પરિણામે તે નરકે ગયે. બાર ચક્રવતિમાં બ્રહ્મદત્ત અને સુભમ બે ચક્રવતિએ ભેગને ન છોડવાથી નરકે ગયાં છે. બ્રહ્મદત્ત ૭૦૦ વર્ષના સુખની પાછળ સાતમી નરકે તેત્રીસ સાગરોપમનાં દુઃખ ભોગવે છે. કયાં સાતસો વર્ષ અને કયાં તેત્રીસ સાગરેપમ !!
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ભૃગુ પુરોહિતના બે બાલુડા સંસારના દુઃખદાયક ભાગ છેડવા તૈયાર થયાં છે. પિતાને પુત્ર પ્રત્યે અત્યંત રાગ છે એટલે તે ખુબ રડે છે. હજુ આગળ તેઓ શું કહે છે?