________________
આ યુવાનની પ્રમાણિકતા જોઈ શેઠ ખૂબ ખુશ થયા. પરિણામે એને પિતાને ભાગીદાર બનાવ્યું. અને એ મોટો વહેપારી-શ્રીમંત બની ગયો. જુઓ, ધન કે પ્રભાવ છે. ધર્મનીતિએ એને કેટલે મેટો બના? ધન કમાયા પછી એ યુવાન દશ વર્ષે પિતાને ઘેર આવે છે. પતિને સારાં વસ્ત્રો અને બે-ત્રણ માણસોની સાથે આવેલે જઈ પત્ની સમજી ગઈ. અહો ! મારો પતિ કમાઈને આબે લાગે છે. એટલે સામી જઈને કહે છે પધારો સ્વામીનાથ! તમે મને મૂકીને ક્યાં ચાલ્યા ગયા હતા? મેં તે આપને માટે ઘીની, ગળપણની બધી બાધા કરી છે. (હસાહસ). આ યુવાનને પત્નીના શબ્દો સાંભળી કંઈ જ આશ્ચર્ય ન થયું. કારણ કે એ કમની ફિલસેલ્ફી બરાબર સમજતો હતે, કે જે પત્નીએ મને કૂવે પડીને મરી જવાનું કહ્યું હતું તે પત્ની અત્યારે મને કેટલું માન આપે છે! આમાં રંગાવા જેવું નથી
આ દૃષ્ટાંત દ્વારા આપણે તો એ જ સમજવાનું છે કે લક્ષમીબાઈ કેવી પવિત્ર હતી. ધનવાન પ્રત્યે રાગ નહિ, ગરીબ પ્રત્યે દ્વેષ નહિ. યુવાન પણ કર્મની ફલેફીને સમજવાવાળો હતો, તેથી એણે પત્નીને એક પણ શબ્દ ન કહ્યો. પત્ની તથા બાળકોને આજીવિકાનું સાધન કરી આપી સંસાર ત્યાગી સાધુ બની ગયા. આ છે સંસારનું નાટક.
આ બે બાળકે આત્માના સુખને આનંદ લૂંટવા ત્યાગને માર્ગે જવા તત્પર બન્યા છે. પણ પિતાને રાગ રડાવે છે. પુત્રે સાચા વૈરાગી છે. સો ટચનું સોનું છે. સાચા વૈરાગીઓ ગમે તેવી કસોટી આવે તે પણ પિતાનાં માર્ગથી ચુત થતાં નથી. લીંબડી સંપ્રદાયના પૂજ્ય ગુલાબચંદ્રજી મહારાજને વૈરાગ્ય આવ્યું ત્યારે તેમના માતા પિતાએ એમને દીક્ષા નહિ લેવા માટે ખૂબ સમજાવ્યાં. પિતે પોતાનો નિર્ણય ન છોડો ત્યારે એમની ઘણું જ કસોટીઓ થઈ હતી. ત્યાગીઓ અને વૈરાગીઓને કસોટીને પ્રસંગ આવે ત્યારે ખૂબ આનંદ આવે છે. તે રીતે બંને બાળકો ખુબ જ મક્કમ છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૭
ભાદરવા વદ ૧ ને મંગળવાર તા. ૧૫-૯-૭૦
અનંતજ્ઞાની શ્રમણ ભગવંત ત્રિલેકીનાથે જગતના છના કલ્યાણને માટે ત્યાગને મહાન માર્ગ બતાવ્યું છે.