________________
બધું પત્યા પછી લમીબાઈ પૂછે છે ભાઈ! તમે કયાંના છે? ક્યાં રહે છે? અને આ ઉપાશ્રયમાં આવીને રહેવાનું કારણ શું? ત્યારે યુવાને લમીબાઈને પિતાની બહેન સમજીને પિતાની બધી વીતક સંભળાવી. એની વાત સાંભળી લક્ષ્મીબાઈની આંખમાં આંસુ આવી ગયાં. એને ખૂબ દયા આવી તેથી એણે પોતાની પેઢી ઉપર નેકરી રખાવ્યા. એને ખૂબ સારી શિખામણ આપી કે જે ભાઈ! કર્મના ઉદયથી તારી આ દશા થઈ છે. પણ કોઈ દિવસ કોઈને ઉપકાર ભૂલ નહિ અને કોઈ દિવસ વિશ્વાસઘાત કરે નહિ. વિશ્વાસઘાત એ મોટામાં મોટું પાપ છે. બહેનની શિખામણ હૃદયમાં અવધારી. પણ સાથે એ શરત કરી કે બહેન ! મારે જ સામાયિક, પ્રતિક્રમણ અને ચૌવિહાર કરવાને નિયમ છે, માટે શેઠને કહેજે. મને એટલો ટાઈમ નેકરીમાંથી છૂટ આપે. બહેન કહે છે ભાઈ! એ તો ઘણી આનંદની વાત છે. તારાથી થાય તેટલી બધી જ ધર્મકિયા કરજે, • આ યુવાન, શેઠની પેઢી ઉપર ખૂબ પ્રમાણિપણે કામ કરે છે. જ્યારથી એ શેઠની પેઢી ઉપર આવ્યું ત્યારથી કુદરતે શેઠને વેપાર વધે. શેડે ખુશ થઈ પગાર સારે કરી આપે. બંધુઓ! આ યુવાનને આટલે લાભ થયે હોય તે એ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને પ્રતાપ છે. ગમે તેટલા દુઃખમાં પણ એણે ધર્મ છેડે નથી. એના પ્રભાવથી જ લક્ષ્મીબાઈને એના ઉપર દયા આવી. ધર્મ ભલે પ્રત્યક્ષ ન દેખાતે હોય પણ પરોક્ષ રહીને સહાય કરે છે. જેમ વૃક્ષના મૂળિયાં બહાર દેખાતાં નથી પણ જમીનમાં રહીને વૃક્ષને સહાય કરે છે. વૃક્ષના ઉપર ફળ-ફૂલ અને પત્ર આવતાં હોય, વૃક્ષ સુશોભિત દેખાતું હોય તે તે મૂળને આભારી છે. બંધુઓ ! તમે તમારી સંસારની લીલી વાડીમાં મહાલતાં હો તે એ ધર્મને પ્રતાપ છે. ધર્મ પક્ષ રહીને તમને સહાય કરે છે. દુઃખમાં એ તમને બચાવે છે. માટે ધર્મને કયારે પણ ભૂલશો નહિ. * આ યુવાન ખૂબ પ્રમાણિકપણે કામ કરે છે. એક વખત દુકાનમાં કોઈ મેટે. ઘરાક આવે. રૂપિયા પાંચ હજારને માલ ખરીદીને ચાલ્યા ગયે. પણ રૂપિયા વીસ હજારનું પાકીટ ભૂલી ગયે. ઘરાકના ગયા પછી થોડીવારે એણે પાકીટ જોયું. કેઈએ આ પાકીટ જોયું નથી. ઘરાક આવ્યું. માલ આપે. માલ લઈને ગયે. આ સમયે તે એકલે જ હતો. છતાં એણે દાનત બગાડી નહીં, કે કયાં મને કેઈએ જે છે? લાવને લઈ લઉં. એ પણ વાણિયે હતે. એણે એ જ વિચાર કર્યો કે મને તે હવે ઘણું મળે છે. ન હોય તે પણ અનીતિનાં નાણું તે પરમાટી બરાબર છે. શેઠની પાસે જઈને પાકીટ બતાવતાં કહ્યું. બાપુજી! કલાક પહેલાં ફલાણાભાઈ આપણી દુકાનેથી આટલે માલ ખરીદી ગયાં છે. એમણે મને પૈસા આપ્યા ત્યારે મેં જોયું હતું. આવું જ પાકીટ હતું. એટલે મને લાગે છે કે એ ભૂલી ગયા હોવા જોઈએ. એમનું પાકીટ પહોંચાડી દેશે.