________________
૪૨૦
હાય છે. ચિત્તની સ્વસ્થતા અને સમાધિ વિના કયાંય સુખ નથી. વિરક્તને તેવા સુખના અનુભવ હાય છે અને રાગીને તેવા સુખનો અનુભવ સ્વપ્ને પણ હાતા નથી. રાગની રિખામણમાં ચિત્તની સ્વસ્થતા અને સમાધિ કયાંથી હોય ? જેટલા અંશે ખાદ્ય પદાર્થા તરફના રાગ ઘટે તેટલા અંશે ચિત્તની સ્વસ્થતા અને સમાધિ વધતી જાય છે. આ રાગની આગને જ્ઞાન અને વૈરાગ્ય રૂપી પાણી વડે ખૂઝવી શકાય છે.
આટલા માટે જ જ્ઞાનીએ આપણને વારંવાર કહે છે કે મેાક્ષમાગ માં રાગ એ એડી સમાન છે. જ્યારે દ્વેષ એ દુતિના માર્ગોમાં પ્રતિનિધિ રૂપ છે. રાગ અને દ્વેષ જીતવા ઉપર હું તમને રાજસ્થાનમાં બનેલી એક કહાણી કહું છું.
*
રાજસ્થાનના એક યુવાન પેાતાના કર્મેદ્રયથી ગરીબ બની ગયા. એટલેા બધા ગરીબ કે જેને ખાવાના પણ સાંસા પડી ગયા. નાકરી માટે આખા ગામમાં રખડયા, દુકાને દુકાને કર્યો પણ એને કેઈ નાકરી રાખતુ નથી. આજે તમારા વધમી બંધુએ કેવી સ્થિતિમાં રહ્યાં છે, પણ એમની ખબર લેનાર બહુ થાડા છે.
આ ગરીબ યુવાનને બધા જાકારા કરે છે. રખડી રખડીને થાકવાથી ઘરે આવ્યા તા પત્ની કહે છે, જો કમાવાની ત્રેવડ નહેાતી તે પરણ્યા શા માટે ? આ નાના બાળકને શું ખવડાવું ? જે રળવું ન હોય તે! મારા ઘરમાં નહિ. તને ગળે ફ્રાંસા ખાતા આવડે છે કે નહિ ? કોઈ કૂવા-હવાડા જોયા છે કે નહિ ?
આજ સુધી જેના પ્રત્યે અત્યંત રાગ હતા. જે સ્વામીનાથ કહીને ખેલાવતી હતી, તેવી પત્નીના આ શબ્દો તેને હાડહાડ લાગી આવ્યા, આ યુવાન જૈન હતા. એણે ઘણું સહન કર્યું. પણ આ છેલ્લા શબ્દો એનાથી સહન ન થયાં. ત્યારે એના મનમાં થયું કે જો અહીં રહીશ તા રાજના આ કટુવચના સાંભળીને મારા મનમાં કષાય આવી જશે. અને તેથી કદાચ કમેાતે મરી જઈશ. ભગવાને તેા કહ્યું છે કે કામ મરણે મરવાથી સ'સાર વધે છે. માટે મારે એવા મરણે મરવું નથી. એટલે કંઈ પણ ખેલ્યા સિવાય પેલા યુવાન ઘરમાંથી બહાર નીકળી ગયા. એણે નિય કર્યાં કે જે ધન કમાઉં તે જ આ ઘરમાં પગ મૂકું. આખી દુનિયા સ્વાની જ સગી છે. એની પાસે ગાડીભાડાનાં પશુ પૈસા ન હતાં એટલે પગે ચાલતે જાય છે. ઘણું ચાલ્યા પછી છેક રાજસ્થાનને છેડે એક શહેરમાં પહોંચ્યા. ઘણું માટુ' શહેર છે.
આ યુવાને વિચાર કર્યાં કે મારે કોઈ આળખીતું કે સગુ ંવહાલુ. તે છે વ્રુદ્ધિ. કાચ હોય તેા પણુ આવી કંગાલ હાલતમાં કાણુ ઉભેા રાખે? ઘરની સ્ત્રીએ ન રાખ્યા તે બીજુ કાણુ રાખે? સાચા સગાં મારાં સંતા છે અને બીજે ધર્મ છે. માટે ગામમાં જો ધમ સ્થાન હાય તા ત્યાં જાઉં. ત્યાં મને ફ઼ાઈ કાઢીનહિ મૂકે. એ શહેરમાં એક માઢુ