________________
આત્મા જે કાર્ય નથી કરી શકે તે આ ભવમાં કરવાનું છે. જે આ ભવમાં કમરે કસીને કામ નહિ કરે અને પ્રમાદમાં બેસી રહેશે તે પાછળથી પસ્તાવાને પાર નહિ રહે. કારણ કે તમે ગમે તેમ કરશે તે પણ તમારી સંસારિક ઈચ્છાઓ પૂર્ણ નહિ થાય. મહાત્મા ભર્તુહરિએ કહયું છે કે :
भोगा न भुक्ता वयमेव भुक्ताः, तपो न तप्तं वयमेव तप्ताः ।
तृष्णा न जीर्णा वयमेव जीर्णाः, कालो न या तो वयमेव यातः । ભેગોને ભગવતાં અમે જ ભગવાઈ ગયાં, અમારાથી તપ તે તપી શકાય નહિ, પણ અમે જ તપી ગયાં. અમારી તૃષ્ણા તો જીર્ણ થઈ નહિ પરંતુ અમે જ જીર્ણ થઈ ગયાં. કાળ તે ગયે નહિ અને અમે તે હવે ચાલ્યાં. આ રીતે ભર્તુહરી પણ બોલ્યાં હતાં.
દેવાનુપ્રિયે ! ત્યાગ કર્યા વિના ત્રણે કાળમાં સિદ્ધિ થવાની નથી. પૂર્વે અનંત મહાન પુરૂષએ સંસાર છોડયો ત્યારે જ તેઓ સિદ્ધ થઈ શક્યા છે. પૂર્ણ થઈ ગયાં છે. વહેપારમાં નફો મેળવવા માટે મૂડી રોકની પડે છે. ખેતરમાંથી અનાજને પાક જોઈતો હોય તે પ્રથમ તે બીજ વાવવું પડે છે. પહેલાં ત્યાગ કરે તે જ તેને લાભ મળી શકે છે. મકાનનું ભાડું જોઈતું હોય તે પહેલાં ભાડૂતને મકાન સેંપી દેવું પડે છે, તેમ બંધુઓ ! આત્માના સુખ મેળવવા માટે ત્યાગ રૂપી મૂલ્ય ચૂકવવા જોઈએ. પણ તમારે તે ત્યાગ કર નથી અને સુખ જોઈએ છે, તે કયાંથી બને ?
એક વખત એક વહેપારીએ પિતાના મુનીમને એક ડાયરીમાંથી એક કાગળ ફાડી અંદર પિતાની સહી કરી ચેક લખીને બેંકમાં ૫૦૦૦) રૂપિયા લેવા માટે મોકલ્યો. ઘડી જ વારમાં મુનીમ ચેકના કાગળના બદલામાં રૂ. ૫૦૦૦) લઈને આવી ગયે. ઝાડુ કાઢનાર નેકરે આ બધું જોયું. એના મનમાં થયું કે અહે ! શેઠે એક કાગળમાં સહી કરીને કાગળ આપે. તેમાં આ મુનીમજી પાંચ હજાર રૂપિયા લઈ આવ્યું, તે હવે મને કેમ ન મળે? બીજે દિવસે નેકર વહેલે દુકાનમાં ઝાડૂ કાઢવા ગયે. અને શેઠે જે ચેક બુકમાંથી પાનું ફાડયું હતું તેમાંથી તેણે પાનું ફાડયું. તેના ઉપર પિતાની સહી પણ કરી. બે હજારને આંકડો લખીને તે બેંકમાં ગયે. અને કેશીઅરના હાથમાં ચેક આપીને કહ્યું કે મને બે હજાર રૂપિયા આપે.
કેશીઅર કહે છે ભાઈ! અહીં તારા નામનું ખાતું જ નથી. માટે તેને રૂપિયા નહિ મળે. ત્યારે નેકર રૂઆબથી કહે છે કેમ નહિ મળે ? કાલે શેઠે સહી કરી હતી તે તમે પાંચ હજાર રૂપિયા તરત જ આપ્યા હતા. તે મેં પણ મારી સહી કરી છે. મને રૂપિયા કેમ ન મળે? ત્યારે કેશીઅર સમજાવીને કહે છે ભાઈ ! તું સમજ્યા વિના