________________
હાથીની સ્વારી મૂકી ગભની સ્વારી કેમ ઈચ્છે છે? મહેલાતે મૂકી ઝૂંપડીમાં જવાનું કેમ પસંદ કરે છે? મિષ્ટાન્ન મૂકી સૂકે ટલે કેમ ઈચ્છે છે? આ તને ન શોભે. જરા વિચાર કર. પણ જેની વૃત્તિઓ વિષયમાં ભમે છે તેને આ વાત કયાંથી ગળે ઉતરે? ઘણું સમજાવવા છતાં તે ન સમજે. પુંડરિક રાજા શાસન પ્રેમી છે. પોતાના શાસનને કલંક લાગે, ધર્મ નિરાય, તે તેને પસંદ ન હતું. તેઓ કુંડરિકને રાજ્ય સેંપી દે છે. અને એણે ઉતારેલ મૂનિવેષ પિતે ધારણ કરે છે. આગળના રાજાઓ અને શ્રાવકે શાસનને ખાતર પ્રાણુ દેવે પડે તે દેવા તૈયાર હતાં. શાસનને માટે મરી ફીટતા પણ શાસનની હીલણ થાય તેવું કાર્ય કરતાં નહિ. - આજે તે શાસનની હીવણ થતી હોય ત્યાં પહેલાં રસ ધરાવે છે. કદાચ કઈ બાલ સાધુ છમરથદશાને કારણે ભાન ભૂલ્યા તે તરત જ એને દાખલે લેવા માંડે છે. જોયુંને! સાધુપણામાં પણ કયાં સુખ છે? ભાઈ તમે પતન પામે તેને ન્યાય ન લેશે. ઉંચે ચઢે તેને આદર્શો અપનાવજે. પુંડરિક રાજા મુનિવેષ ધારણ કરી ચાલી નીકળ્યાં.
જ્યાં સુધી ગુરૂ ન મળે ત્યાં સુધી આહાર પાણીને ત્યાગ કર્યો. રેશમ જેવી સૂકમળ કાયા, કોઈ દિવસ ખુલ્લા પગે ચાલ્યા ન હતાં. તે ઉગ્ર વિહાર કરીને ગુરૂની પાસે પહોંચી ગયા. અને દીક્ષા લઈ લીધી. કેટલું અજબ મને બળ!
વૈજ્ઞાનિકો એક જડ પદાર્થમાં મનની શક્તિને કેન્દ્રિત કરીને તેમાંથી કેટલા આવિષ્કારો પ્રગટ કરે છે! અમેરિકામાં ભાષણ ચાલતું હોય અને આપણે અહીં બેઠા સાંભળીએ. એ જડની શક્તિને આવિષ્કાર નથી તે બીજું શું છે? તેવી જ રીતે ચૈતન્યની સાધનામાં મનની શક્તિઓને જે આપણે કેન્દ્રિત કરી લઈએ તે ભલ ભલા આશ્ચર્ય પામે તેવા આવિષ્કારો ચૈતન્યમાંથી પ્રગટ કરી શકાય. પુંડરિક રાજાએ પિતાની બધી જ શક્તિઓ સંયમમાં કેન્દ્રિત કરી લીધી. -ખા-સુક્કા આહાર કરી એવી સાધના કરી, મનમાં એ આનંદ અનુભવ્યું કે રાજ્યમાં પણ એ આનંદ આવ્યો ન હતો. માત્ર અઢી દિવસના ચારિત્રમાં કામ કાઢી ગયા. આ બાજુ વિષયમાં વૃદ્ધ બનેલો કુંડરિક રાણીઓના આવાસમાં આવ્યો. રાણીઓએ મહેલનાં દ્વાર બંધ કરી દીધા. પણ જેની ઈન્દ્રિયો બેફામ બની છે એને કોણ રોકી શકે? એણે તો બેફામ વિષે ભગવ્યાં. રસેન્દ્રિયમાં વૃદ્ધ બની મર્યાદાતીત આહાર-પાણી લીધાં. જેનું શરીર તપશ્ચર્યા દ્વારા જીર્ણ થઈ ગયું હોય, હાજરી કાગળની કોથળી જેવી થઈ ગઈ હોય તે ભારે ખેરાક કેવી રીતે પચાવી શકે ? એણે અઢી દિવસનાં કામ ભાગોમાં ઘણાં વર્ષોનું ઉત્તમ ચારિત્ર રત્ન ગુમાવી દીધું. શરીરમાં ભયંકર રોગો ઉત્પન્ન થયાં. તીવ્ર વેદના થવા લાગી. અમૂલ્ય લાભ ગુમાવી કુંડરિક સાતમી નરકે તેત્રીશ સાગરોપમની સ્થિતિએ દુઃખ ભોગવવા ચાલ્યો ગયે. અને પુંડરિક રાજા અહી દિવસમાં શુદ્ધ સંયમનું પાલન કરી આત્મકલ્પણ સાધી ગયાં.