________________
આવ્યા. પુંડરિક રાજાનું હૃદય હરખાઈ ગયું. પોતે ચારિત્ર લીધું ન હતું. પણ જે સંયમ લઈને નીકળ્યા છે તેના પ્રત્યે ખૂબ બહુમાન હતું. પિતાના ભાઈ એવા કંડરિક મુનિને પિતાને ત્યાં સંતે સહિત લઈ આવે છે. અને રોકાવા માટે ખૂબ આગ્રહ કર્યો તેથી ત્યાં રોકાયા..સાધુને કલ્પે તેવા દવા–ઉપચાર કરાવે છે. દવા તથા સારા સારા આહારપાણ ખાવા મળ્યાં. પૂબ આરામ મળે. એટલે હવે ત્યાંથી વિહાર કરવાનું મન થતું નથી. ઈન્દ્રિએ આત્મા ઉપર સ્વામીત્વ જમાવ્યું. મન રૂપી પ્રધાને આમરાજાના રાજ્યની લગામ હાથમાં લઈ લીધી. હવે એનું શું ચાલે!
સંયમના પરિષહે હવે કેમ વેઠાય?” બંધુઓ ! સંયમમાર્ગમાં કયારેક મેવા ને મિષ્ટાન પણ મળે અને ક્યારેક લુખે રેટ પણ મળે. કોઈ વખત આહાર મળે તે પાણી ન મળે અને કોઈ વખત પાણી મળે તે આહાર ન મળે. સંતની ભાવના તે એવી જ હોય કે આહાર પાણી મળે તે સંયમની પુષ્ટિ થાશે. અને ન મળે તે તપની વૃદ્ધિ થશે. સાધુને બંને હાથમાં લાડુ છે. બંને રીતે લાભ છે. જ્યારે કુંડરિકે દીક્ષા લીધી ત્યારે પુંડરિકે ખૂબ સમજાવ્યું હતું કે વીરા ! જે કરે તે વિચારીને કરજે. આ કાયરનું કામ નથી. શૂરાને સંગ્રામ છે. ત્યારે એને વૈરાગ્ય ખૂબ તીવ્ર હતું. પણ જુઓ, મહાન તપસ્વી અને સંયમીઓ પણ કેવા પટકાઈ ગયાં છે.
કંડરિકની તબિયત સારી થઈ ગઈ એટલે ગુરૂ-મહારાજ વિહાર કરવાનું કહે છે. પણ જેનું મન નબળું પડી ગયું છે તે કુંડરિક કહે છે-હજુ મને જરા અશક્તિ લાગે છે. હમણાં વિહાર કરે નથી. ગુરૂ એના ભાવ સમજી ગયાં. માંડ માંડ સમજાવ્યું. વિહાર કરાવ્યું. સાથે વિહાર તે કર્યો. ગામ બહાર નીકળ્યા એટલે કહે છે, મને બહુ થાક લાગે છે. તમે બધા આગળ ચાલતા થાવ. હું થોડી વાર વિસામો લઈને પાછળ આવું છું. ગુરૂ તે વિહાર કરી ગયાં અને આ તો ઉદ્યાનમાં ઉભા રહયા. પુંડરિક રાજાને ખબર પડી કે મારો ભાઈ ઉદ્યાનમાં આવ્યો છે. પોતે વળાવવા ગયાં ત્યારે તો ગુરૂની સાથે હતાં. અને હવે એકલા આવ્યા છે. માટે નકકી એના જીવનનું પરિવર્તન થયું લાગે છે. નહિતર એકલા આવે જ નહિ ઓછામાં ઓછા બે સાધુ અને ઓછામાં ઓછી ત્રણ સાધ્વી હોવી જ જોઈએ. એકલા વિચરાય નહીં. એકલામાં સ્વચ્છંદતા આવી જાય છે. અને વડીલની સાથે રહેવાથી ચારિત્રમાં પિલ ચલાવી શકાતી નથી.
જે પાંચ ઇન્દ્રિય અને છ મન એ છ નોકરોને આધીન થાય છે તેનું પતન થાય છે. પુંડરિક રાજા તરત જ કુંડરિકની પાસે આવ્યાં. એનું મન પારખી ગયાં. પુંડરિક રાજા કુંડરિકને પૂછે છે–રાજકંખે વા મોક્ષક ખે? રાજ્યની ઈચ્છા છે કે મોક્ષની ? ત્યારે કુંડરિક કહે છે–રાજકંખે ન મોક્ષકંખે. મારે રાજ્ય જોઈએ છે, મોક્ષ નથી જોઈતો. પુંડરિક કહે છે ભાઈ! જરા વિચાર કર. કેડીની ખાતર કેહીનુર શા માટે ગુમાવે છે?