________________
કાયેલાં અકેલા અટુલા બની ગયેલા જીવને ધણી કેશુ? તે જ્ઞાની કહે છે“ નોચારિ સ g વીરઃ” તે જીવે જીવનપર્યત જેવા કર્મો કર્યા હોય છે તે કર્મો જીવને કર્માનુસાર ગતિમાં ગાયવત્ દોરીને લઈ જાય. ત્યાં તે જીવ બધાની આશા છોડીને અસહાયપણે એકલી જાય છે. મોહાંધ બનેલા જીવોને આ સજા ભોગવવી પડે છે. માટે દરેક જીને ધર્મનું શરણું અંગીકાર કરવાની જરૂર છે. તમે ધર્મ નહિ કરો તે તમારા વિના ધર્મ નિર્માલ્ય નહિ ગણાય. પણ ધર્મ નહિ કરનાર-ધર્મ વિનાને નિર્માલ્ય ગણાશે. આ સાદી અને સીધી વાતને જેઓ સમજે છે તેઓ ધર્મ તરફ ઉદાસીનભાવ નથી રાખતાં. એટલે ધર્મ સન્મુખ થયા બાદ ધર્મના માર્ગે ચઢેલા માર્ગાનુસારી જીવને હકારની ચેકડીમાંની ચેથી ચીજ કાયા પણ અસાર લાગે. દેવ-ગુરૂ અને ધર્મને જ પિતાના સાચા સંબંધી માને છે. કારણ કે પોતાનું હિત સાધવા માટે ધર્મના શ્રવણ અને સેવન માટે ડગલે ને પગલે દેવ-ગુરૂ ને ધર્મની જરૂર પડે, માટે બંધુઓ ! આટલું સાંભળ્યા પછી તમારા જીવનમાં હવે ધર્મને સ્થાન આપે. જે સમય ગયે તે તે ગયે, હવે તમારે શું કરવું તેને વિચાર કરે.
એક પળ ગઈ તે ભલે ગઈ પણ બીજી સુધારી લેજે, બીજી પળમાં શું કરવું તે આજે વિચારી લેજે. કાલનું કામ કરી લે આજે, આજનું કર અબ હાલ, સમજ્યા ત્યાંથી સવાર સમજી, બાજી સુધારી લેજે.
એક પળ ગઈ તે ભલે ગઈ પણ બીજી સુધારી લેજે. બંધુઓ! જીવનની બાજી બગાડવી કે સુધારવી તે આપણે પિતાના હાથની જ વાત છે. આ ક્ષણ ચૂક્યાં તે પડ્યા સમજી લેજે. જે ચૂક્યા તેણે ગુમાવી દીધું. અને જે ચેત્યા તેણે મેળવી લીધું. બાહ્ય દષ્ટિથી બહુ વિદ્વાન દેખાતે હય, શાસ્ત્રને જાણકાર હોય તે પંડિત કહેવાતું નથી. પણ ભગવાને કેને પંડિત કહ્યો છે? “વાં નાણા પંકિg જે ક્ષણને ઓળખે છે તે જ સાચો પંડિત છે. - પુંડરિક અને કુંડરિકની વાત તમે સાંભળી છેને?તમે રોજ સાધુ વંદણામાં બેલે છે કે
વળી પુંડરિક રાજા, કુંડીક ડગિ જાણું,
પિતે ચારિત્ર લઈને ન ઘાલી ધર્મમાં હાણ.” પંડરિક અને કુંડરિક બંને સગા ભાઈઓ હતાં. કુંડરિકે વૈરાગ્યના રંગે રંગાઈ રાજવૈભવને ત્યાગ કરી, સિંહ જે શૂરવીર બનીને દીક્ષા લીધી. વર્ષો સુધી ચારિત્રનું પાલન કર્યું. અઘોર તપ કર્યા. એક વખત વેદનીય કમને ઉદય થતાં તબિયત બગડી ગ્રામનુગ્રામ વિહાર કરતાં કરતાં પિતાને વડીલ સંતની સાથે પિતાના ભાઈના ગામમાં