________________
એવા લક્ષણવાળા આત્માને જિનેશ્વર દેવ કથિત ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મ પામ્યા પછી, માર્ગાનુસારિતા પ્રાપ્ત થયા પછી આત્મા એટલું સમજતો થાય છે કે આપ્તપુરૂષના વચનને અનુસરવામાં જ લાભ છે. પણ ધર્મને નહિ સમજનારા યુવાનીઆ તે “સાઠે બુદ્ધિ નાઠી ” કહીને હસી કાઢે છે. અને અસ્થિર વસ્તુઓની પાછળ પાગલ બનીને ભમે છે. પણ વિચાર કરે ! લક્ષમી એ તે અપરિગૃહિતા દેવી છે. તેને માટે માણસ ઘરબાર તજી પરદેશમાં ભટકે છે. પાઈ પાઈ એકઠી કરીને તિજોરી ભરી પણ અંતકાળે તમારી સામે જેશે ખરી? શા માટે જુએ! તમારે મન તે લક્ષમી એક છે પણ તમે એને છોડીને જાવ એટલે એને તે અનેક! “કેળીભાઈને કૂબ, એક મૂવે ને બીજે ઉ” એ સ્થિતિ અપરિગ્રહીતા લક્ષ્મીની છે. તમે એને માટે મરી ફીટક્યા પણ તમે મરી જાવ તે તમારી પાછળ એ આવશે નહિ. તમે જીવતા એને એક જ સ્વામી હતા. પછી તે અનેક સ્વામી છે. તેથી તમે દેહ છોડીને જાવ તે પણ એ તે તિજોરીમાં જ બેસી રહે છે.
કક્કાની ચોકડીમાંની પહેલી ચીજ કંચન-લક્ષમી એવી છે. અને બીજી ચીજ છે કામિની, કે જેને એ લઉમીને ખચીને લાવેલી હોય છે. લક્ષમી કરતાં આ તો કુલીનબાળા છે ને ! એટલે પિતાને પતિ મરે ત્યારે એ લક્ષ્મીની જેમ ઘેર બેસી ન રહે પણ એ વિસામા સુધી પાછળ ચાલે છે. ત્યાં સુધી તે કૂટે છે. પણ એ કેવું? છાતી લાલ ન થાય એવું, પછાડો ખાય, પડે, આખડે પણ એમાંય કેવી માયા ! જ્યાં ખાડા-ટેકરાકાંકરા-કાદવ કે કેલસા ન હોય તેવી સપાટ જમીન હોય ત્યાં પછાડ ખાય. અને એમ કહે કે “ગયા એની પાછળ થોડું જ જવાય”! રડવામાં પણ તમે ક્યાં ગયા” એમ કહીને રડવાનું નહિ પણ અમને મૂકીને તમે ગયા, છોકરા નાના મૂકીને ગયા, હવે અમારું પૂરું કોણ કરશે ? એવા એળભા આપીને રડવાનું. એ રીતે એ પોતાનું પૂરું કરતો બંધ થઈને મરી ગયે એટલે એને વિસામે વળાવીને પાછા વળી જવાનું. . કંચન અને કામિની આ પ્રકારના સંબંધી છે. હવે ચાર કક્કાની ચેકડીમાંથી ત્રીજી થીજ કુટુંબ છે. તેનું સ્વરૂપ કેવું છે તે જોઈએ. “વનના ઉમરને મરનારના મરી ગયા પછી કુટુંબીઓ તેને શમશાન સુધી મૂકી આવે છે. તેમાં પણ લગ્ન કરીને આવેલી આ પણ જ્યારે વિસામા સુધી આવી તે અમે તે અંગત સગાંકુટુંબી, અમારે તે એથી થે વધુ પાછળ જવું જોઈએ. એમ વિચારીને તેઓ એમને વિસામાથી આગળ વધીને મશાન સુધી વળાવવા જાય છે. તે વળાવવામાં જોરથી રડે ખરા પણ એમના રડવામાં આંખમાં આંસુ ન હોય. શમશાને ગયા બાદ ભાઈની તાપણી કરે અને ઉનાળાનાં તાપમાં તાપણીથી દૂર જઈને બેસે. તેના વિશે તેમના કેઈ એકાદ કુટુંબીજનને એવું દુઃખ તે ન જ થાય કે ચેહમાં એની સાથે પડતું મૂકે. આ ત્રણ કકકાની વાત થઈ. માર્ગસારી અને આત્મા સદગુરૂને ઉપદેશ સાંભળીને સંસારની અસારતા સમજી જાય છે.