________________
ભગુ પુરોહિતનાં બે પુત્રો આત્મ-સાધન સાધવા તૈયાર થયાં છે. પિતાને પૂબ આઘાત લાગે છે. હજુ પણ પુત્રને સમજાવશે. પણ સમજદાર આત્માઓ માતાપિતાને સમજાવીને તેમનું પણ કલ્યાણ કરાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન...૫૬ ભાદરવા સુદ ૧૫ ને સેમવાર તા. ૧૬-૯-૭૦
અનંતજ્ઞાની, પરમ ઉપકારી, શાસન સમ્રાટ, શ્રમણ ભગવંત મહાવીર પ્રભુને વંદન નમસ્કાર કરી, એમના બતાવેલા ધોરી માર્ગે પ્રયાણું કરવું, એ અમારો ધર્મ છે. એમણે જે માર્ગ બતાવ્યો છે તે માર્ગે જવામાં આપણું કલ્યાણું છે. અને એ માર્ગ છોડીને ઉલ્ટા માર્ગે ચાલશે તે તમારા માટે ભવબંધનની પરાકાષ્ટા ઉભી છે. તમારે જવું છે વાંકાનેર અને ટિર્કિટ લીધી છે અમદાવાદની. તે વાંકાનેર કયાંથી પહોંચાય ? તે રીતે આપણે પહોંચવું છે મુક્તિમંઝીલે અને સંસારના રંગરાગ તરફ પણ દષ્ટિ રાખવી છે, તે મુક્તિમંઝીલે કયાંથી પહોંચાય? જે માર્ગે જવું હોય તેનું ધ્યેય નકકી કરી લેવું જોઈએ. ધ્યેય નક્કી કર્યા પછી તે માર્ગે ચાલવાને પુરુષાર્થ કરે જોઈએ.' - જેણે ધ્યેય નક્કી કરી લીધું છે એવા બે બાલુડાને સંસાર ત્યાગની લગની લાગી છે. એમને ભાન થઈ ગયું છે કે સંસારના સુખે ગમે તેટલા સારા હોય તે પણ અંતે દુઃખમિશ્રિત છે. સે ટચનું સોનું અગ્નિમાં નંખાશે તે પણ સોનું જ રહેવાનું. અગ્નિમાં રહેલી ઉણુતા ત્રણે કાળમાં શીતળતાના રૂપમાં પરિણત થતી નથી. તેમ પાણીની શીતળતા ત્રણે કાળમાં ઉષ્ણુતાના રૂપમાં પરિણુત નથી થતી. તે જ રીતે સાંસારિક સુખે એ સાચા સુખમાં કદી પરિણત થતાં નથી. ગમે તેટલાં શ્રીમંત હોય કે ચક્રવતિ હોય છતાં જ્ઞાનીએ તેને સુખી કહ્યા નથી. જો તેમાં સુખ હેત તે તેમને સુખી કહેત. પણ સાચે સુખી કેણુ?
नवि सुही देवता देवलोए, नवि सुही पुढवी पइराया,
नवि सुही सेठ सेणावई य, एगंत सुही मुणी वीतरागी. દેવલોકમાં રહેલે દેવ મહાન અદ્ધિને ભક્તા હોવા છતાં પણ સુખી નથી. પૃથ્વીને અધિપતિ રાજા પણ આ સંસારમાં સુખી નથી. માટે શ્રીમંત કોઠાધિપતિ શેઠ પણ સુખી નથી, પણ સાચું સુખી હોય તે વિતરાગને વારસદાર મુનિ છે. બાકી
શા. ૫૩.