________________
४०४
નિયમ નથી કે જ્યાં સમ્યક્ત્વ હોય ત્યાં ચારિત્ર હોય જ, પણું જ્યાં ચારિત્ર હોય ત્યાં સમ્યક્ત્વ હેય. જે અણગાર સાધુમાર્ગને શ્રદ્ધાથી સ્વીકાર કરે છે તે સંસારને અસાર સમજે છે. એ તે સંસારને કમોદના ફતરાની જેમ ફગાવી દે છે. એને તે જિનેશ્વરદેવને ધર્મ જ સાર રૂપ લાગે છે.
બંધુઓ! તમને તે “સંસાર અસાર છે” આ વાકય સંતના મુખે સાંભળતાં -કેટલા વર્ષોના વહાણ વાયાં.
“સુણી સુણીને ફૂટ્યા કાન, તે યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન” બસ, તમે તે એક જ વાત સમજ્યા છે કે સંતોને કહેવાને ધર્મ અને અમારે સાંભળવાને ધર્મ. અમે એમ ક્યાં છેડીએ એમ છીએ. જે હવે પણ કંઈક સમજતાં હો તે તમારા સંસારનાં પદાર્થો તમે અસાર સમજે. કંઈક એવા ન્હાના કાઢે છે કે દીક્ષા લેવાનું ઘણું મન થાય પણ અમારે તે કંપની જોઈએ. ભાઈ! ભગવાન મહાવીર સ્વામીએ રાજવૈભવને ત્યાગ કરી દીક્ષા લીધી ત્યારે એકલા લીધી હતી. ચોવીસ તીર્થ, કરમાં એકાકીપણે જે દીક્ષા લીધી હોય તે ભગવાન મહાવીર સ્વામીએ જ. એમણે એ જ વિચાર કર્યો કે કર્મ બાંધતી વખતે મેં કઈ કંપનીની અપેક્ષા રાખી ન હતી. તે હવે કર્મ તેડવાના સમયે પણ કંપનીની શી જરૂર છે? આ જીવ એકલે જ આ છે અને એકલે જવાનું છે.
ભૃગુ પુરોહિતના બે લાડકવાયા પુત્રે કર્મના દેણ પતાવવા તૈયાર થયાં છે. માતાપિતા એમના પુત્રોને વિવિધ પ્રકારે સમજાવે છે કે હે પુત્ર! તમારા ઉપર અમારી આશાના મિનારા છે. બે જ પુત્રો છે. હવે તમે જ્યારે સંયમ માર્ગે જશે તે આ ગાદીને વારસદાર કોણ! એમ એમના મનમાં દુઃખ થવા લાગ્યું.
सेायग्गिणा आयगुणिन्धणेणं, मोहाणिला पज्जलणा हिएणं ।
સંતરમાવે વરિતષમાળ, રાસ્ટqમાં વહુ હું ૨ / ઉ. અ. ૧૪-૧૦ આત્માના ગુણોરૂપી ઇંધન, શક રૂપી અગ્નિ અને મેહ રૂપી પ્રચંડ વાયુથી ભૂગ પુરોહિત ખૂબ સંતાપ કરવા લાગે. બંધુઓ ! કહેવાનો આશય એ છે કે જેમ લાકડાં હાય, અગ્નિ હય, અને તેમાં પણ તેને પ્રજવલિત કરનાર પવન વાય તે અગ્નિની જવાળા ફેલાતાં વાર ન લાગે. તેમ આ ભૃગુ પુરોહિત અને યશાભાર્યા બંને આત્માઓ ભાવીના મોક્ષગામી જીવે છે, પણ મેહનું પ્રબળ જર છે. આઠ કર્મોમાં મુખ્ય સેનાપતિ જે કઈ હોય તે તે મેહનીય કર્મ છે.
“ક અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ.”