________________
0
ચૌવિહારના પચ્ચખાણ કર્યા. પછી મેડી ઉપરથી નીચે પધાર્યા. અને બધા શિષ્યને સુંદર શિખાપણુ આપી. અને મને જ્યારે અમદાવાદ ચાતુર્માસની આજ્ઞા કરી ત્યારે મેં દલીલ કરી કે ગુરૂદેવ ! મારી તબિયત સારી નથી. હમણાં જ ઠીક થયું છે. તે આપ આ વખતે મને અમદાવાદ ચાતુર્માસ ન આપે. ત્યારે ગુરૂદેવે કહયું કે ચાતુર્માસની આ છેલ્લી આજ્ઞા આપું છું. આવી ઘણી ઘણી વાત કરી પણ કઈ સમજી શકયું નહિ.
૫. ગુરૂદેવની તબિયત રાતના વધુ બગડતી ગઈ. કારમું વાદળ ઘેરાવા લાગ્યું. ગુરૂદેવે શ્રી સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં કોઈ જાતને દોષ લાગ જોઈએ નહિ, તે વાત ખાસ ધ્યાનમાં રાખજે. એમ કહી પોતે સમાધિમાં સ્થિર થવા લાગ્યા. ચાર આંગળા ઉંચા કરી સંઘને નિશાન આપી દીધું અને છેવટે ભાદરવા સુદ અગિયારસના પ્રભાતે ચાર વાગે સંવત ૨૦૦૪ની સાલે પૂ. ગુરૂદેવ આ ફાની દુનિયા છોડી શ્રી સંઘને રડતે મૂકી સ્વર્ગના પંથે પ્રયાણ કરી ગયા.
બંધુઓ! પૂજ્ય ગુરૂદેવની આ રરમી પુણ્યતિથિ છે. બા.બ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજીને ૩૦ અને બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને ૨૧ ઉપવાસનું પારણું છે. માટે જે કંઈ પ્રત્યાખ્યાન કરે તે એટલા મહિનાના લેજે. મહિનાના ન લે તે ઓછામાં ઓછા ૩૦, ૨૨ અને ૨૧ દિવસનાં કરશે જ. ઉપવાસ, આયંબીલ, પૌષધ, રાત્રિભોજનને ત્યાગ, કંદમૂળને ત્યાગ જેનાથી જે બને તે અવશ્ય કરશે. તે જ પૂ ગુરૂદેવને સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય અને તપસ્વીનું બહુમાન કર્યું ગણાય.
આજે ગોંડલ સંપ્રદાયના ખેડાજી મહારાજ સાહેબની પણ પુણ્યતિથિ છે. તેઓશ્રીને જન્મ રાજકેટના દશા શ્રીમાળી જ્ઞાતિના સુશ્રાવક શ્રી વિરજીભાઈને ત્યાં સંવત ૧૮૯૨ ના કારતક સુદ અગિયારસના દિવસે થયો હતે. જુઓ, મહાનપુરૂષને કે સુમેળ છે ! પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને જન્મદિન પણ કારતક સુદ અગિયારસને અને પૂજ્ય ખડાજી મહારાજ સાહેબને જન્મદિન પણું એ જ છે. બંનેની સ્વર્ગારોહણ તિથિ પણ ભાદરવા સુદ અગિયારસની છે.
પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્યનું નામ પણ ખડાજી મહારાજ સાહેબ હતું. તેઓશ્રી પણ ખૂબ વિનયવંત અને સરળ હતાં. આજે મને એ ખોડાજી મહારાજ પણ ખૂબ યાદ આવે છે.
૫. ખેડાજી મહારાજ સાહેબે સોળ વર્ષની ઉંમરે સંવત ૧૯૦૮ના અષાડ સુદી અગિયારસના શુભ દિને પૂજ્ય જસાજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. તે મહાન પુરૂષે દીક્ષા લઈને ખૂબ પ્રગતિ સાધી છે. તેઓશ્રી કવિવર્યા હતાં. તેમણે સંયમ લીધા પછી ૭૦૦ ઉપરાંત સ્તવને અને સઝાયે રચેલ છે. અને તેમનું ખેડા