________________
વિજય મેળવે. એમનું કામ જોયા પછી એમને પગાર આપું. રાજા કહે છે: ભાઈઓ એક વખત તમારું પરાક્રમ જોઉં પછી તમને પગાર આપું. ત્યાં સુધી મારા રાજ્યમાં રહે. • ખાઈ-પીને આનંદ કરો. સમય આવે જોઈ લઈશું. શત્રુ સામે સામને કરવાને સમય આવી ગયા. ત્યારે રાજા કહે છે બીજું સિન્ય તે તૈયાર જ છે. પણ આ નવાં આવેલાં સૈનિકોને પહેલાં મોકલે. આ નવા આવેલા સૈનિકે તે એવા અલમસ્ત છે કે ચૂંટી ખણે ને લોહી નીકળે. મોટું પડછંદ શરીર છે. આ પણ વિકરાળ છે. એમને જોઈને જ શત્રુઓ ડરી ગયાં. આ તે ખૂબ બળવાન છે. આમને કેમ જીતી શકાશે? લડીને હારવા કરતાં પહેલેથી જ પાછા હઠી જઈએ. પેલા સિનિકો જ્યાં પાછા હઠયાં ત્યાં પેલા પાંચ જણ તાળીઓના ટબાકા વગાડી “જય અંબે-જ્ય બહુચરા” બેલીને ઉભા રહ્યાં. ત્યાં પેલા સૈનિકે સમજી ગયા કે આ તો પાયા છે. તરત જ પકડી લીધા.
બંધુઓ ! આમાં બેઠેલાં દઢધમી અને પ્રિયધમાં દેખાતાં શૂરવીર શ્રાવકે કસોટીના પ્રસંગમાં ભાગવાનાં રસ્તાં શોધતાં હોય તેને અમારે કેવા કહેવા ! (હસાહસ) મારે તમને કંઈ જ કહેવું નથી. તમે જ તમારી જાતે તમારી શક્તિનું માપ કાઢી લેજે. શાસનમાં આવા હજારે શ્રાવક હોય તે પણ શું ? ભલે એક જ શ્રાવક હોય પણ કમ -મેદાનમાં ઘા ઝીલવા તૈયાર હે જોઈએ.
બે પુત્રોને કર્મ મેદાનમાં યુદ્ધ કરવા જવું છે. પિતા કહે છે :- પુત્રો, તમે દીક્ષા લઈ લેશે તો અમારું શું થશે? પુત્રો માતા-પિતાને સમજાવશે. અને કર્મ મેદાનમાં જતાં સાચા શુરવીરો પાછા નહિ પડે. હજુ એના પિતા શું કહેશે? છોકરાઓ પણ તેમની સામે કેવી દલીલે મૂકશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનનં. ૫૫
ભાદરવા સુદ ૧૪ ને રવિવાર, તા. ૧૩-૦–૭૦
મહાન વિભૂતિ, શાસનપતિ, સર્વજ્ઞ અને સર્વદશી ભગવંતે એમના જ્ઞાનમાં સર્વ દ્રવ્ય અને પર્યાયે (જાણ્યાં અને દેખ્યાં. “સર્વ દ્રવ્ય ચેપુ રેવદ્રશ્ય !” કેવળજ્ઞાની સર્વદ્રવ્ય અને પર્યાને સંપૂર્ણ પણે જાણી શકે છે. એમણે જગતના જીને મોહનિદ્રામાં સૂતેલા જોઈને પડકાર કર્યો. હે જીવાત્માઓ! જાગો, કયાં સુધી ઉથા કશે? આ સંસાર આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ દુખેથી ભરેલું છે. જન્મ,
શા, ૫૨