________________
૧
પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ ૨૦૦૦ની સાલમાં સુરત ચાતુર્માસ માટે પધારેલ. ત્યારે પાળીયાદના રહીશ ત્રિકમલાલ ધનજીભાઈના સુપુત્ર શ્રી ડું'ગરશીભાઇએ દીક્ષા અંગીકાર કરી. ખા. બ્ર. દમુનિ પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે પ્રસિદ્ધ થયા. પૂ. ગુરૂદેવના સાનિધ્યમાં રહી તેમણે પણ વ્યાખ્યાતાનું પઢ પ્રાપ્ત કર્યું.. પૂજ્ય ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે ખાર ચામાસા અમદાવાદમાં કર્યાં. ખાર ચાતુર્માસ ભતમાં, દેશ ચાતુર્માસ સુરતમાં, છ ચાતુર્માસ સાણંદમાં અને ચાર ચાતુર્માસ મુંબઈમાં ( વિ. સં. ૧૯૬૪-૧૯૭૪-૧૯૭૫-૧૯૮૧) કર્યાં હતા. વસેામાં ત્રણ, કઠારમાં એક, ટાદમાં એક, અને છેલ્લું ચાતુર્માંસ સં-૨૦૦૪માં ખંભાત કરેલ. ગુરૂદેવને કોઈ એ પૂછ્યું :- સાહેબ, આપનુ સં-૨૦૦૪નું ચાતુર્માસ કયાં છે ? તે કહે કે આ છેલ્લું ચાતુર્માસ ખંભાત છે. એવું તેએ સુરતથી પાછા ફરતાં વિહારપંથે ખેલ્યા હતા. તે દર ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં ભગવતીજી સૂત્રનુ' વાંચન કરતાં હતાં. પણ આખરના ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રનું પાંચમું અધ્યયન “ સકામ અકામ મરણુ ’” ના અધિકાર વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીએ ખૂખ લાક્ષણીક શૈલીથી સમજાવ્યા હતા. તેમના વ્યાખ્યાનના પ્રભાવથી સંઘમાં અદ્ભૂત ઉત્સાહ વર્તાઈ રહયેા હતેા.
તે ગુરૂદેવના જીવનના ઇતિહાસ જાણવા જેવા છે. પૂજ્ય ગુરૂદેવનુ જીવન અને ચારિત્ર એટલું તેા પ્રભાવશાળી હતું કે જોનાર માનવની આંખ ઠરી જાય. ગુરૂદેવની તબિયત ભાદરવા સુદ્ઘ પાંચમના દિને શરદીનુ જોર આવવાથી બગડી હતી. પણ તેમાં ધીમે ધીમે સુધારા થયા. ભાદરવા સુદ દશમના દિવસે તેમના શિષ્ય તપસ્વી ફુલચ'દ્રજી મહારાજને ૩૮ ઉપવાસ પૂરા થયા. ત્યારે તેમણે ગુરૂદેવને વિનંતિ કરી કે સાહેબ ! મને શાતા છે. ત્રણ ઉપવાસ ભેળવીને ૪૧ ઉપવાસ કરાવેા. ગુરૂદેવ મેલ્યા—માજે હું તને છેલ્લું પારણુ કરાવું છુ. ગુરૂદેવના એકેક શબ્દો એવા હતાં કે કોઈ ને કઈ ખ્યાલ ન આવ્યેા. તે દિવસે આખા સંધમાં પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ ગૌચરી કરવા માટે પધાર્યાં. ત્યારબાદ શિષ્યને પારણું કરાવ્યું. છેલ્લે સાંજના પ્રતિક્રમણુ કરવા બેઠાં તે પહેલાં પેાતાના લઘુશિષ્ય હદમુનિને માથે હાથ મૂકી ખૂબ શિખામણ આપી. તપસ્વી મહારાજને કહ્યું કે આજે તમને માનસિક ઉપસ આવવાના છે. તમે બધા ખૂબ હિંમત રાખો. વકીલ ગુલામચંદભાઈ ખંભાત ગયેલા. તેમની સાથે ત્રણ માળ સુધી ફરી વાતા કરી અને વકીલને જવાની રજા આપી તેથી વકીલ અમદાવાદ આવ્યાં. ખંભાતના અવેરી માણેકલાલ ભગવાનદાસ પટેલ ( હાલ મુંખઈ)સાયનમાં રહે છે. તેઓ મુંબઈ જતાં પહેલા પૂ. ગુરૂદેવના દર્શન કરવા આવ્યાં. તેઓને કહે છે કે તમે આજે મુખઇ ન જશો. કાલે તમારુ કામ પડવાનું છે. આવી આવી સક્ષેપમાં ઘણી વાર્તા કરી. પેાતાના જીવનની અંતિમ ઘડીના ખ્યાલ આવી જવાથી પ્રતિક્રમણ કરી
શા, ૫૧