________________
વાહન વ્યવહાર ખેરવાઈ ગયું છે એટલે નવો માલ પણ આવતો નથી. શ્રીમંતોના ઘરમાં દાણા ભર્યા છે એટલે એમને કોઈ જાતની ફિકર નથી. પણ જે બિચારા રોજ રોજની ખીચડી લાવીને ખાય છે તેમની કઈ સ્થિતિ હશે ? વહેપારીઓ સમજે છે કે ઠીક છે. અત્યારે આપણે કમાવાની સીઝન છે. ગરીબ પાસેથી બમણું ભાવ લેતાં પણ અચકાતા નહિ હોય ! એ ગરીબ બિચાશ કેવા મૂંઝાઈ જતા હશે! એને ખ્યાલ સરખે આવતો નથી. કેવી રાક્ષસી મને વૃત્તિ છે! જે તમે ભગવાન મહાવીરના ઉપાસક હે, અહિંસાના પુજારી છે, તે તમે આવા ગોરખધંધા ન કરશો. જ્યાં ચારે તરફ લોકો દુઃખમાં ડૂબી રહ્યાં હોય, કંઈકના ઘરબાર તણાઈ ગયા હોય ત્યાં તમારા ગળે મીઠાઈના બટકા કેમ ઉતરી જાય છે? આ સમયે તો ભગવાનને પ્રાર્થના કરવાની હોય કે હે પ્રભુ! મારે હાલે હોય કે વેરી હોય, દરેક જીવોનું દુઃખ દૂર થાઓ. સર્વત્ર સર્વ જી સુખ અને શાંતિ પામે. બને તેટલી દુઃખીને રાહત આપે. આ જ માનવનું કર્તવ્ય છે.
આજનો દિવસ ત્રિવેણી સંગમ છે. વૈષ્ણવ ધર્મમાં જ્યાં ત્રણ નદીઓ મળતી હેય ત્યાં લોકો તેને પવિત્ર તીર્થનું સ્થાન માને છે. આજના દિવસને હું પવિત્ર ત્રિવેણી સંગમ એટલા માટે કહું છું કે અમારા આત્મામાં ત્યાગ-વૈરાગ્યની જ્યોતિ જગાવનાર, ત્યાગના પંથે વાળનાર, ભડકે બળતા સંસારરૂપી દાવાનળમાંથી બહાર કાઢનાર બા. બ્ર. ગચ્છાધિપતિ સ્વ. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ જેમને અમારા ઉપર અનહદ ઉપકાર છે તેમની પવિત્ર પુણ્યતિથિ છે. બીજું બા. બ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજીને ત્રીસ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાનું તેમજ બા. બ્ર. નવદીક્ષિત હર્ષિદાબાઈ મહાસતીજીને ૨૧ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાનું આજે પારણું છે. બા. બ્ર. લાભુબાઈ મ. સ. તથા બા.બ્ર. ઈન્દીરાબાઈ મ. સને હજુ તપશ્ચર્યા ચાલે છે. ત્રીજું ગોંડલ સંપ્રદાયના ખેડાજી મહારાજ સાહેબની પણ આજે પુણ્યતિથિ છે. એટલે આજનો દિવસ પવિત્ર છે.
'ઠાણાંગ સૂત્રને ત્રીજે ઠાણે ત્રણ પ્રકારનાં અણુ ભગવાને બતાવ્યાં છે. તેમાં પ્રથમ જણ માતા પિતાનું છે. પુત્ર માતા-પિતાની ગમે તેટલી સેવા કરે, પોતાના ચામડાના જુત્તા બનાવીને પહેરાવે છે પણ તે માતા-પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકે નહિ. પણ જે એ પુત્ર માતા-પિતાને અંતિમ સમયે ધર્મ પમાડે, ભવના ફેરાથી ઉગારે તે એ ત્રણથી મુક્ત થઈ શકે છે. બીજું ઋણ છે શેઠનું, જે તમારા સંસાર વ્યવહારમાં તમને સુખી કરે, તમને સાથ આપે છે. જે શેઠે તમારે હાથ ઝાલ્ય, જેના પ્રતાપે તમે સંસારમાં સુખી થયા, એ જ સુખી શેઠ તેમના કર્મોદયે ગરીબ થઈ જાય તે તે વખતે તમે તેને ઉપકાર ન ભૂલતાં. અને એની એવી કપરી સ્થિતિમાં તમે તમારું સર્વસ્વ તેને અર્પણ કરી દે છે અને આ રીતે તેના દુઃખમાં સહાયક બનીને અંતિમ સમયે તેને ધર્મ પમાડે તો જ શેઠના ત્રણમાંથી મુક્ત થઈ શકાય છે.