________________
ત્રીજું અણ છે ગુરૂવર્યોનું. આપણે જીવનભર ગમે તેટલું કરીએ તે પણ ગુરૂ વર્યોના ત્રણમાંથી મુક્ત થઈ શકાતું નથી. એમને આપણું ઉપર અસીમ ઉપકાર હેય છે. કેઈ માણસ આપણા ઉપર એક સામાન્ય ઉપકાર કરે છે તે પણ આપણે તેને ઉપકાર ભૂલતાં નથી. તો જેમણે આપણને સંસાર દાવાનળમાંથી ઉગાય હેય, અંધકારમાંથી પ્રકાશમાં જવાની પ્રેરણા આપી હોય તેમને ઉપકાર તો કેમ ભૂલાય ?
गुरु विना को नहि मुक्तिदाता, गुरु विना को नहि मार्ग ज्ञाता
गुरु विना को नहि. जाडय हता, गुरु विना को नहि सौख्य कर्ता
ગુરૂ વિના આપણને કોઈ મુક્તિનો માર્ગ બતાવી શકતું નથી. જે છુટેલાં હોય તે જ છોડાવે છે. બંધાયેલા હોય તે કયાંથી છોડાવે? દરેક ધર્મોમાં ગુરૂનું સ્થાન પ્રથમ બતાવ્યું. તમે સામાયિક લે છે ત્યારે અને પાળે છે ત્યારે બંને વખત નમેન્થર્ણ ગણે છે. તેમાં પહેલું નમેલૂણું સિદ્ધ ભગવંતનું, બીજું અરિહંત પ્રભુનું, અને ત્રીજું નમસ્થણે પિતાના ધર્મગુરૂ-ધર્માચાર્યને કરવાનું હોય છે. આપણે તારક ગમે ત્યાં બિરાજમાન હોય ત્યાં આપણે તેમને વંદન કરીએ છીએ. તેનું કારણ શું? ગુરૂ આપણું જીવનમાં સુંદર રસાયણ રેડે છે, એને પાવર લાંબા સમય સુધી ટકી રહે છે.
પરદેશી રાજા એક વખત કે હિંસક હ! જેના હાથ તે લેહીથી ખરડેલાં જ રહેતાં હતા. એવા પરદેશી રાજાને કેશી સ્વામી જેવા ગુરૂ મળ્યાં. એના જીવનમાં જ્ઞાનને દીપક પ્રગટ. અનંતકાળને પરદેશી પરદેશી મટીને સ્વદેશી બની ગયે. જ્યારે પરદેશી રાજાને સૂરિકતા રાણીએ ઝેર આપ્યું, ત્યારે એને ખબર પડી કે મને ઝેર આપ્યું છે. નાડીઓ તૂટવા લાગી ત્યારે તેમણે આવી, પડિકમિ, ભૂમિનું પડિલેહણ કરીને સર્વ જીને ખમાવી સંથાર કર્યો. તે વખતે સિદ્ધ ભગવંતનું નમણૂણું ગયું, અરિહંત પ્રભુનું ગયું, ત્રીજું નત્થણું ગુરૂનું આવ્યું તે વખતે પરદેશી પિતાના ગુરૂ કેશી સ્વામીને યાદ કરે છે? અહો ! મારા તારણહાર, મારી જીવનનૈયાના સાચા સુકાની ગુરૂદેવ! આપ જે ગામમાં કે નગરમાં, જે સ્થળમાં બિરાજતા હે તે ગામને ધન્ય છે. એ નગરને ધન્ય છે. એ ભૂમિ પવિત્ર છે. આપ મારાથી હજારો માઈલ દૂર વસ્યાં છે, પણ આંખ બંધ કરી અંતરમાં અવલોકન કરું છું ત્યારે આપ મારી સમક્ષ દેખાય છે. ગુરૂદેવ ! આપને મારા ઉપર અનહંદ ઉપકાર છે. જે આપના જેવા સમર્થ ગુરૂ મને ન મળ્યા હેત તે આ પાપી પરદેશીનું શું થાત? મારા રાજ્ય વૈભવે, મારી સૂરિમંતા રાણી અને પ્રાણપ્રિય પુત્ર સૂર્યકુમાર કેઈ મને નરકના દુઃખથી ઉગારનાર નથી. એ તે મને નરકગતિની ખાઈમાં ધકેલી દેનાર છે. રાણીએ આજે મને ઝેર આપ્યુ છતાં કોઈના પ્રત્યે મને ક્રોધ આવતું નથી. શ્રેષ જાગતું નથી. દરેક પ્રત્યે સમભાવ રહ્યો હોય તે ગુરૂદેવ, એ તમારે જ પ્રતાપ છે. ગુરૂદેવના ઉપદેશના પ્રતાપે પરદેશી રાજા ઝેરન