________________
ખાય કે યુવાન ખાય, હસતાં ખાય કે રડતાં ખાય. જ્યારે ખાય ત્યારે સાકર તે મીઠી જ લાગે, પણ કડવી ન લાગે તેમ અમારી પાસે ગમે ત્યારે ગમે તે આવે પણ ત્યાગ અને વૈરાગ્ય સિવાય બીજી વાત જ ન હોય. તમારી તબિયત કેમ છે? વહેપાર ધંધા કેવા ચાલે છે. તેજી છે કે મંદી? ચાલુ વર્ષે કેટલું કમાયા? આ બધો વહેપાર તમારે છે. સંત તે તમને એ પૂછશે કે દેવાનુપ્રિય! ગયા વર્ષ કરતાં આ વર્ષે તમારે આત્મા કેટલે તેજીમાં આવ્યો ! ધર્મની કેટલી કમાણી કરી? આત્માની કમાણી કરવા માટે આ માનવભવ જ ઉત્તમ છે. દેવભવમાં તે કમાણી ખાવાની છે. મનુષ્યભવની કમાણી ત્યાં ખાવાની છે. અહીં કમાણી કરી કર્મની રાશીઓને તેડવાની છે, માટે કંઈક સમજે. રંગ–ભેગમાં રંગાઈ ન જાવ.
આ બે કુમારો ત્યાગની વાત કરે છે ત્યારે એમના પિતા કહે છે કે લાડીલાઓ ! તમે વેદ ભણે, વેદ ભણ્યા વિના મુનિ બનાય નહિ, પણ બંને કુમારને તે જાતિસ્મરણજ્ઞાન થવાથી અજ્ઞાનને કાળો પડદે પણ ખસી ગયો હતો. એમણે વેદ પણ ભણી લીધા હતા. પણ મેહનાં ચશ્મા પહેરેલાં માતા-પિતા એ ક્યાં જાણતા હતા? એમણે તે એક જ વાત કરી કે તમે વેદ ભણે, બ્રાહ્મણોને જમાડે, ત્રીજી વાત કરી કે તમે પુત્રોને ઘરમાં સ્થાપન કરે. એમને જુદું ન કહેવું પડયું કે તમે પરણે. થોડામાં ઘણું સમાઈ જાય તેવી રીતે માતા-પિતા પુત્રોને સમજાવે છે. ચોથી વાત એ કરી કે
भोच्चाण भोए सह इत्थियाहिं, आरणग्गा होह मुणी पसत्था । હે પુત્રો ! તમે મનગમતી સ્ત્રીઓની સાથે સંસારનાં ભોગ ભોગ અને સંસારના સુખ ભોગવ્યા પછી પાછલી ઉંમરે અરણ્યમાં વસનાર પ્રશસ્ત મુનિ બનજે. ભેગના કીડા એકાંત ભોગની જ વાત કરે. જૈન દર્શનમાં કયાંય ભોગની વાત કરી નથી. જ્યાં
જ્યાં દૃષ્ટિ કરશે ત્યાં ભેગથી છૂટવાની જ વાત કરી છે. અત્યારના તર્કવાદના યુગમાં કંઈક માણસે બેલે છે કે પરલેકમાં સુખ મળશે કે નહિ તેની શી ખાત્રી ? આ હાથમાં આવેલાં સુખ શા માટે ન ભોગવવા? મળેલાં સુખને છેડી દેનાર તે મૂર્ખ છે. ભાઈ! તીર્થક મૂખ ન હતાં. મૂર્ખ તે તમે છે કે અમૂલ્ય તકને ગુમાવે છે. જે તમારા પૈસા, ઘરબાર, પુત્ર-પરિવાર અને બંગલા જ તમને સુખ આપતા હોય તે સ્ટેમ્પના કાગળ ઉપર લખાણ કરી આપે કે આ બધા સુખમાં કદી ઓટ આવવાની નથી. આ બધું જ અમારી સાથે આવશે. બેલે, છે આટલી ગેરંટી ! હું તમને ચેલેન્જ ફેંકીને કહું છું કે અમારા ત્યાગીઓના સુખમાં કદી ઓટ આવતી નથી, અને તમારા સુખમાં તે ઘડીએ ઘડીએ ભરતી અને ઓટ આવ્યા જ કરે છે.
તમારી નજરે જુએ છે અને કાને સાંભળે છે કે આ વરસાદની હેનારતમાં