________________
વ્યાખ્યાન નં૫૩
ભાદરવા સુદ ૧૧ ને શુક્રવાર તા. ૧૧-૯-૭૦
શાસ્ત્રકાર ભગવાન ત્રિલેકીનાથે જગતના જીવના આત્મકલ્યાણને અર્થે શાસ્ત્રસિદ્ધાંત વાણીનું પાન કરાવ્યું. એ અમૃતવાણીના ઘૂંટડા પીતાં જીવને જઘન્ય રસ આવે તે અનંતકર્મની ભેખડે તૂટી જાય અને ઉત્કૃષ્ટ રસ આવે તે જીવ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાનની અંતિમ વાણી છે. જેના છત્રીસ અધ્યયનમાં ચૌદમું અધ્યયન છે જેને અધિકાર ચાલે છે. તેમાં બે કુમારને આત્મસ્વરૂપની પિછાણ થઈ છે. આ પુત્રો શાશ્વત સુખ મેળવવાના અભિલાષી બન્યાં છે. તેમને ભોગ તરફ ભ્રમ ભાંગી ગયો છે. જન્મ-જરા અને મરણને તેમને ત્રાસ છૂટ છે. અને તેમને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી બાળકો વિચારે છે કે - | મારું શુદ્ધ સ્વરૂપ શું? તે આપણે ભૂલી ગયાં છીએ. હું એટલે આત્મા. મારી સંપત્તિ કઈ? મારી સાચી સંપત્તિ જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે. એ સિવાય જગતમાં મારું કંઈ જ નથી. બાકી તે બધું પરાયું જ છે. પરાયા કર્મ શત્રુઓ આપણા ઘરમાં ઘૂસી ગયા છે. જ્ઞાન અને દર્શન એ આત્માના સ્વભાવિક ગુણ છે. એ આત્માની સાથે જનાર છે. અને ચારિત્ર એ આ ભવ પૂરતું છે. આ જ્ઞાન–દર્શન અને ચારિત્રના ઘરમાં કર્મો ઘૂસી ગયાં છે. જે પોતાનું છે તે જતું નથી પણ જે પારકું છે તેને પુરૂષાર્થ દ્વારા અવશ્ય કાઢી શકાય છે. આત્મા અને કર્મો અનાદિનાં છે. છતાં પણ બંનેને પ્રયોગ દ્વારા અલગ કરી શકાય છે. પણ જ્ઞાન-દર્શનને અલગ કરી શકાય નહિ. સાકરને ગુણ ગળપણ છે, એને દૂધમાં નાંખો કે પાણીમાં નાંખે, પિતે પીગળી જશે પણ પિતાને ગુણ નહિ છોડે કપડાનો મૂળ કલર શ્વેત છે. પણ લાલ પીળો આદિ રંગ ઉપરથી ચઢાવવામાં આવે છે. એ ચઢાવેલે રંગ ઉતરી જશે. પણ એને વેત રંગ તો કયારે પણ જ નથી. તેમ આત્મા જ્ઞાન અને દર્શનથી ભિન્ન નથી, એ ગુણે પરાયા નથી પણ પિતાના છે.
કંચન, કામિની, કુટુંબીજને, કાયા અને કર્મે બધા જ પરાયા છે. પોતે તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા એ દેહમય નથી પણ પોતાનું સ્વરૂપ ભૂલીને દેહમય બની ગયા છે. અને જે પોતાના નથી તેને પિતાના માનીને એણે ઘરમાં ઘૂસાડ્યા છે. બંધુઓ! તમે જ વિચાર કરો કે પરા પગ ઘરમાં પેસી જાય તે ઘરને માલિક બનીને બેસી જાય ને? અને ઘરને નાશ જ કરે ને? તે જ રીતે પરાયા કર્મ-પરમાણુએએ આત્માના ઘરમાં પેસીને ઘરને વિનાશ કર્યો છે. ઘરમાં રહેલી અમૂલ્ય સંપત્તિ