________________
તે હું તારી પાસે એ વચન માંગું છું કે મારા મરી ગયા પછી તારે કાકે આવે તે તેને મારી નનામીને અડવા દઈશ નહિ. મારા મરી ગયા પછી પણ એને પડછાયે ન જિઈએ. દિકરે કહે છે ભલે, તમે જરા ય ચિંતા ન કરશે. બંધુઓ ! જુઓ વેર શું કરે છે? પતિને સ્વભાવ ખરાબ હતો પણ પત્ની સદગુણી હતી. તેનાથી આ સહન થયું નહિ. તે બોલી ઉઠીઃ સ્વામીનાથ! તમે આટલી લક્ષ્મી, પુત્ર, ઘરબાર છોડીને જાવ છો તે આ વેરની વણઝાર શા માટે સાથે લઈને જાવ છો? - વેર એ મહા ભયંકર છે. જીવને ભવાંતરમાં રખડાવે છે. માટે હજુ કંઈક સમજે. અને વેર છોડી દે. નાનાભાઈને ખમાવી લે. ત્યારે કહે છે તું અહીંથી ચાલી જા. મારે તારો ઉપદેશ સાંભળ નથી. દિકરો પૂછે છે બાપુજી! મારા કાકાને તમારી નનામીને અડવા નહિ દઉં. બીજું વચન શું છે? પિતા કહે છે ભાઈ! તારા કાકાને હું જોઉં છું ને જાણે દુશ્મનને જોઉં છું. એને જોતાં જ મને થાય છે કે એને મારી નાંખું. તે એને કયારને ય મારી નાંખ્યો હોત પણ જે હું એને મારી નાંખ્યું તે સરકારને ગુન્હેગાર થાઉં. ઈજ્જતને ધકકો લાગે. વળી મારે જેલમાં જવું પડે. એટલે મેં એને માર્યો નથી. પણ જે બેટા ! તું મારો સાચે પુત્ર હોય તે મારું વચન પાળજે. તું તે ડોકટર છે. એ કોઈ વખત માં પડે અને તને બેલાવે તે ડોકટરી ઈલાજ દ્વારા એનું કાસળ કાઢજે. પુત્ર કહે છે ભલે, મારાથી બનશે તે કરીશ.
મોટોભાઈ મરી ગયે પણ સાથે વેર લેતે ગયો. અને દિકરાને વેર લેવાનું શીખ. વાડતે ગયા. સગાવહાલાં આભડવા આવ્યાં છે. નાનાભાઈને ખબર પડી એટલે એ પણ રડતા રડતા આવ્યું. અને બધાની પાછળ બેઠો છે. સગાવહાલાં કહે છે ભાઈ ! હવે શા માટે પાછળ બેસે છે? તારે વેરી તે ચાલ્યો ગયો. ત્યાં ડોકટર કહે છે તમે ન માનશે કે વેરી ચાલ્યો ગયો છે પણ હજુ વેર લેનારો હું બેઠો છું. મારા બાપની નનામીને અડવાને પણ મારા કાકાને અધિકાર નથી. અહીંથી ચાલ્યા જાવ, કહીને હાથ પકડીને કાકાને કાઢી મૂક્યાં. ગરીબનું બળ કેટલું? ના ભાઈ તે ચાલ્યા ગયે. આટલું એનું અપમાન થયું, અપમાન થવા છતાં પણ ભાઈ પ્રત્યે એને હેજ પણ દ્વેષ ન આવ્યો. મનમાં એક જ અફસોસ છે કે હું કે કમભાગી ! મારે ભાઈ તે ચાલ્યા ગયે. મને એના મુખનાં દર્શન પણ ન થયાં.
નાનાભાઈની પત્ની પણ આભડવા માટે આવી છે. એ ઘરમાં જઈને ખૂણામાં બેઠી. મોટાભાઈની પત્ની કહે છે બેટા! તું શા માટે દૂર બેસે છે? અહીં આવ. મારી પાસે બેસ. હું જેવી આ ઘરની હકદાર છું તેવી જ તું પણ હકદાર છે. આપણે બાર બાર વર્ષોથી એકબીજાના મુખ જોયા નથી. એકબીજા સામે બેઠા નથી. તે બાર વર્ષે મારા ઘરમાં પગ મૂક્યું છે. દેરાણીને પિતાની પાસે લાવીને બેસાડે છે. અને કહે છે, તારા