________________
૩૭૮
મળ્યું હોય તે દુઃખીના દુખ મટાડશે. ગઈ કાલના મૂશળધાર વરસાદમાં જે બિચારાના ઘર પડી ગયાં હશે, બેહાલ બની ગયા હશે, તેની કઈ દશા થઈ હશે? તમે તે ખાઈ પીને આરામથી સૂઈ ગયા હશે. તમને એમના દુઃખને ખ્યાલ આવ્યો છે?
ફૂલ પથારી તમે સૂવે ને ભાઈ તમારો રઝળે છે,
મેવા મિષ્ટાન તમારે ત્યાં, એ બાલુડાં ટટળે છે. ઉડી કેમ જાય ના નિદ્રા તમારી, મીડી વાનગી કાં બને ના અકારી, સુખમાં ડૂબેલા મનને મનાવે, તમેને મળ્યું એને બધાનું બનાવે,
વચન સુણ્યાં જે વીર પ્રભુના, ફોગટ જેજે જાય નાસહાશ.. આ દુઃખીના દુઃખ જોઈ તમારું હૈયું પીગળી જવું જોઈએ. તમારી ઊંધ ઉડી જવી જોઈએ. તમને મળ્યું છે એને તમારું એકનું જ ન માનતાં સંવિભાગ કરે તે જ તમે સાચા જેન છે.
આ છેક પાંચ હજાર રૂપિયા લઈને ઘેર આવે છે. માતાને વાત કરે છે ત્યારે માતા કહે છે બેટા! શેઠે હીરે ન રાખે માટે આપણે એ પૈસા લેવાય નહિ. તું અત્યારે જ જઈને પાછા આપી આવ. છોકરો પેઢી ઉપર પાછો આવે છે અને કહે છે બાપુજી! મારી બા આ રીતે પૈસા રાખવાની ના પાડે છે. તે શેઠ કહે છે: તું ભણવાનું છોડી દે અને મારી પેઢી ઉપર કામે લાગી જા. હું તને ધંધો કરતાં શીખવાડી દઉં આ છોકરો શેઠની પેઢી ઉપર કામે લાગી જાય છે. શેઠ એને બે વર્ષમાં સાચે ઝવેરી બનાવે છે. કિંમતીમાં કિંમતી ઝવેરાત પારખતા થઈ જાય છે. ત્યારે શેઠ કહે છે બેટા! હવે તારે હીરે લઈ આવ. છોકરે હીરે લેવા જાય છે. હવે તે એ પોતે જ ઝવેરી બની ગયેલ છે. એટલે તેણે ડબ્બી બેલીને જોયું કાચને ટુકડો છે. હવે એ કાચને ટુકડે સંઘરે ખરો? તરત જ ફેંકી દીધે. હવે એને ઝવેરીને કહેવું પણ ન પડયું. શેઠ પાસે જાય છે. શેઠ પૂછે છે બેટા! હીરે ક્યાં ગયે ? કહે છે બાપુજી! એ તે કાચને ટુકડે હતે. શેઠ કહે છે. મેં એ હીરે રાખે હેત તે તને એમ થાત કે કાકાએ મને દગો કર્યો અને હીરે બદલી લીધે. હવે તું કયારે પણ ઠગાઈશ નહીં.
આ છોકરા સાથે ઝવેરી બની ગયે. અને મહાન શ્રીમંત બની ગયે. તેમ પિલા બે કુમારે પણ એક વખતના સંત સમાગમથી આત્માના ઝવેરી બની ગયાં. સ્વ અને પરની, સત્ અને અસની પિછાણ થઈ ગઈ. હવે એના માતા-પિતા ભેગ-વિષય સમાન કાચના ટુકડામાં લલચાવે તે એ લલચાય ખરા? મને શાચ એ જ છે કે આ કુમારે એક વખતના સંત સમાગમથી વૈરાગ્ય રંગે રંગાઈ ગયા, પેલો છોકરે બે વર્ષમાં ઝવેરી પાસે રહીને સાચે ઝવેરી બની ગયે, પણ મારા ભગવાન મહાવીરના શ્રાવકો