________________
તે
કહે
જુઓ ! આ વીરાણી શેઠના પુત્રો ! પરદેશમાં રહે છે છતાં તેઓ સામાયિક કરવાનું છોડતો નથી. આ એમના માતાપિતાને શિક્ષણ અને સંસ્કારનું બળ છે. આ બે પુત્રોને એમના માતા-પિતાએ સંત સમાગમથી વિમુખ રાખ્યા હતા. પણ પૂર્વ ભવમાંથી સંસ્કાર લઈને આવ્યા હતા. તે નિમિત્ત મળતાં જાગી ગયા. પણ બાપ કહે છે બેટા ! તમે વેદનું અધ્યયન કરો. વેદનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યા પછી બ્રાહ્મણને ભેજન કરાવી ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કરે. સંસારના સુખો ભેગવીને પુત્ર પ્રાપ્તિ થયા બાદ એ સંતાને મોટા થાય ત્યારે તેને ઘરમાં સ્થાપન કરીને પછી તમે સંયમ લે. તે સિવાય દીક્ષા લેવાય નહીં. પુત્રોને બાપ સંસારમાં ડુબાડી રાખવાનું પ્રોત્સાહન આપે છે. આનું કારણ જીવને મેહ છે. વૃદ્ધ થાય પણ જીવને મેહ છૂટતો નથી. પુત્રોના પુત્રો સુધી ચાલે તેટલું કમાવાની ચિંતા કરે છે. પણ તમને ખબર છે કે તમારા પુત્રો તમને શું કહેશે ? એક વખત એક વૃદ્ધ પિતા માંદા પડયા. બાપને ખૂબ મૂંઝવણ થાય છે. દિકરે સામે ઉભે છે. તે પૂછે છે બાપુજી! તમને શી ચિંતા થાય છે? જે હોય તે તરત જ કહો. હું તમારી ચિંતા દૂર કરુ. બાપ કહે છે બેટા ! મને કઈ ચિંતા નથી. એક તારી જ ચિંતા થાય છે કે તું આટલે મેટ થયે પણ કમાતા શીખે નથી. ત્યારે પુત્ર કહે છે બાપુજી! મને તમારી ચિંતા થાય છે કે આટલા વૃદ્ધ થયા, આખી જિંદગી તમે કાળા બજાર સિવાય કંઈજ કર્યું નથી. મારા માટે તે તમે ઘણું કમાઈને ભેગું કર્યું છે. આવું સરસ ઘર છે. પછી શું જોઈએ ! પણ તમે કોઈ દિવસ ભગવાનનું નામ પણ લીધું નથી. તમારું શું થશે! બંધુઓ! વિચાર કરો. તમારે ઘડપણમાં આમ ના થાય.
તમે તમારો દિકરો કમાતે ન શીખે તેની ચિંતા કરી પણ એને નવકાર આવડતા નથી, એની કદી ચિંતા કરી છે? જે તમારે સુખી થવું હોય તે તમારા સંતાનને સંસ્કારી બનાવે. જેનશાળામાં મોકલે. જેનશાળામાં જઈ ધર્મનું જ્ઞાન મેળવ્યું હશે તે કદી દુઃખ નહિ આવે. આ ભૃગુ પુરોહિત તેના પુત્રને વેદનું જ્ઞાન મેળવવાનું કહે છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન...ને. પર ભાદરવા સુદ ૧૦ ને ગુરૂવાર તા. ૧૦-૯-૭૦
શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયા પછી જગતના છને વિવિધ તાપથી શાંતિ આપવા, ભવનું ભ્રમણ અટકાવવા અને