________________
૩૮૬. આનદ જ આવે છે. આત્માને સમજ્યા પછી ધર્મક્રિયા કરવામાં જે રૂચિ જાગે છે તે સંખ્ય-દર્શનનું પરિણામ છે. સમ્યગદષ્ટિ આત્મા જે કઈ ક્રિયા કરે તે ધાવ માતાની જેમ કરે છે. દેહને સજાવે, નવડાવે, ખવડાવે ત્યારે કહે છે કે હે આત્મા! તું આ દેહમાં છે એટલે આને નવડાવ પડે છે, ખવડાવવું પડે છે. જે તું ન હોય તે પછી આને તે બાળી જ મૂકવાનું છે.
અજ્ઞાનીને દેહ માટે મૂછ છે. મૂછ છે ત્યાં ભય છે. આત્મ ભાવમાં અને દેહભાવમાં શું ફરક છે? જેને દેહ તરફને ભાવ છે એ બીકણું હોય છે. હું મરી જઈશ, મારું લૂંટાઈ જશે, મારું શું થશે? આમ કપનાથી ભય ઉભા કરે છે. જે માણસ બીકણું હેય, અંધારાથી ડરતો હોય તે અંધારામાં બેઠા હોય તે પણ અંદરથી તે વિચારતે હોય કે અંદર કઈ હશે તે નહીં ને? અંદર કંઈક ખખડે કે પ્રકાશ દેખાય તે તરત જ એ ભયભીત બને છે. આત્મદશા આવ્યા પછી કોઈ જાતને ભય રહેતું નથી. એ તે. એ જ વિચાર કરે કે મારા આત્માને શું નુકશાન થવાનું છે? કદાચ કંઈ થશે તે દેહને થશે પણ મારા આત્માને નહીં. એ કેઈથી ડરે નહીં. આત્માની શક્તિ અભય છે. ભય હોય તે સ્મશાનમાં ગજસુકુમારની માફક ધ્યાન લગાવી કેમ બેસી શકે? ભય હેય તેને તે એકલા ઘરમાં જતાં પણ બીક લાગે. દેહભાવ જ બીકણ છે.
એક વખત એક રાજાએ નક્કી કર્યું કે મારે સંસાર છોડી સંન્યાસી બનવું છે. પણ કોના શિષ્ય બનવું? એણે ગુરૂની શોધ કરવા માંડી. બધા સંન્યાસીઓને ખબર પડી કે રાજાને સંન્યાસી બનવું છે. ઘણાં સંન્યાસીઓએ વિચાર કર્યો કે આપણે રાજાના ગુરૂ બનીએ. રાજાના ગુરૂ બનવાની આશાથી ઘણાં સંન્યાસીઓ આવીને રાજાને કહેવા લાગ્યા કે અમે મોટા આશ્રમવાળા છીએ. માટે તમને બધી જાતની સગવડો આપી શકીશું. આ સાંભળી રાજાને હસવું તે આવ્યું પણ મૌન રહ્યા અને કહ્યું કે જેના આશ્રમનું આંગણું લાંબામાં લાંબુ હોય તેને જ હું મારા ગુરૂ બનાવું. રાજા સંન્યાસીએનું આંગણું જવા નીકળે. દરેકનું આંગણું પહેલાનાં સંન્યાસીઓનાં આંગણું કરતાં મોટું હતું. પણ એક સંન્યાસી જે મૌન હતાં તેની પાસે ગયા તો ત્યાં આંગણું જ ન મળે. ત્યારે રાજા પૂછે છે કે ગુરૂદેવ ! આપના આશ્રમને આંગણું કેમ નથી ? ત્યારે સંન્યાસી કહે છેઃ રાજાસાહેબ ! તમે જોતાં નથી? આખી ધરતી એ મારું આંગણું છે. અને આભ મારે પડે છે. હું ધરતીને બિછાવું છું. અને આભને ઓઢું છું. રાજા સંન્યાસીના ચરણમાં પડી ગયું અને એનો શિષ્ય બન્યોઃ - આ બે કુમારને આત્માનું ભાન થયું છે, જેણે કંઈ પણ જ્ઞાન મેળવ્યું છે તે ગમે ત્યાં જશે તે પણ પોતાના ધર્મને ભૂલશે નહીં. માટે હું તે કહું છું કે તમારા સંતાનોને સંસ્કારી બનાવે. સંસ્કારી પુત્રો પરના હવામાનમાં પણ રંગાતા નથી.
.