________________
પ્રાપ્તિ થતી નથી. માટે તમે લગ્ન કરે. સંસારના સુખ ભેગ. અને આ ગાદીના વારસદાર પુત્રની પ્રાપ્તિ થયાં પછી વાનપ્રસ્થ અવસ્થામાં તમે સંન્યાસ લેજો. અત્યારે તે તમારે સંસારના સુખે ભેગવવાનો સમય છે. બંધુઓ ! જેને સાચાં રનની પીછાણ થઈ જાય તે પછી કાચના ટુકડામાં ભરમાય ખરે? તમને સાચા ઝવેરાતની પીછાણ કિંથી થઈ તેથી જ અમારે તમને રોજ કહેવું પડે છે.
એક વખત એક ઝવેરી ઝવેરાતના ધંધામાં થાપ ખાઈ બેઠો. એણે બે લાખ રૂપિયાને એક હીરે ખરી. તેમાં એ છેતરાઈ ગયે. એ હીરો ખરીદ કર્યા પછી એણે તપાસ કરી તે હીરો બેટો છે. ઘરમાં સંપત્તિ રહી નહિ તેથી ખૂબ આઘાત લાગે. પરિણામે શેઠ માંદા પડયા. અંતિમ સમય નજીક આવી ગયે. શેઠ મનમાં મૂંઝાય છે કે બધી સંપત્તિ બે લાખના હીરામાં ખર્ચાઈ ગઈ. હવે પાસે કંઈ છે નહિ. દિકરે નાનું છે, આ બે જણનું શું થશે? ઉપરથી ઉજળું છું પણ ઘરમાં કાંઈ નથી. શેઠ એમની પત્નીને આશ્વાસન આપવા કહે છે, જુઓ ! તમે મા દિકરા આનંદથી રહેજે. અને જ્યારે ખૂબ અગવડમાં મૂકાઈ જાવ ત્યારે ગામમાં ફલાણા શેઠ ઝવેરી છે તે મારા ખાસ મિત્ર છે. આપણી તિજોરીમાં એક ડબ્બીમાં લાલ કાગળે એક હીરે વીંટીને મૂકે છે, તે લઈને મારા મિત્ર પાસે જ . તે તમારી અગવડતા ચાલી જશે. * મા-દિકરો માને છે કે કિંમતી હીરે મૂકીને ગયા છે પણ આપણે હમણાં વટાવ નથી. સુખે દુઃખે જીવન વિતાવે છે. અને શેઠાણી પુત્રને ભણાવે છે. પણ તેઓ જ્યારે ખૂબ કસ્ટમાં મૂકાઈ ગયા ત્યારે માતા કહે છે બેટા ! તિજોરી ખેલ અને હીરો લઈને તાશ કાકાની દુકાને જા. આ છેક ડબ્બી લઈને શેઠની દુકાને જાય છે. શેઠ આ છોકરાને ઓળખી જાય છે. અને પૂછે છે બેટા! આજે કેમ આવવાનું બન્યું? છોકરો કહે છે કાકા! મારા બાપુજી અમને આ પ્રમાણે કહી ગયાં છે. અમારી અત્યારે આ સ્થિતિ છે. માટે હું અહિં આવ્યું છું. આપ આ હીરે વેચાણ લે. અથવા ગરવી રાખે પણ મને પૈસા આપે. આપને જેમ યેગ્ય લાગે તેમ કરે. શેઠે ડબ્બી ખેલી. હીરે છે. તે કાચ છે. શેઠ રિસ્થિતિ સમજી ગયાં. અને વિચાર કર્યો કે આ તે મારે ખાસ મિત્ર હતો. એની પત્ની અને પુત્ર દુઃખમાં હોય ત્યારે મારે મદદ કરવી જ જોઈએ. પણ જે અત્યારે એમ કહીશ કે આ તે કાચને ટુકડે છે તો એમને આઘાત લાગશે. એટલે કહે છે બેટા! આ હીરા બહુ કિંમતી છે. હમણાં એના ઘરાક નહિ મળે. અત્યારે ઓછી કિંમતે વેચ પડશે. માટે તું તારે ઘેર જ લઈજા. હું તને આ પાંચ હજાર રૂપિયા આપું છું. તે લઈ જા. તું અને તારી બા ખાઈ-પીને આનંદ કરે. * બંધુઓ ! મિત્ર કેવા હોવા જોઈએ? દુઃખમાં જે સહાયક બને તે જ સાચો મિત્ર છે. આજે તે મિત્ર હોય ત્યાં સુધી શરમ પડે, પછી તું કણ અને હું કોણ? તમને