________________
હેય તે થાય. આ ભાગ્યવાન રાજગૃહી નગરીમાં તપસ્વીઓનાં પારણું થઈ ગયા. પણ હજુ કંઈક ભાઈ-બહેને અને ચાર સતીજીએ –બા.બ્ર.પૂ. ઈન્દીરાબાઈ મહાસતીઅને આજે ૨૮ મે, બા. બ. લાભુબાઈ મહાસતીજીને ૨૪ મે, બા.બ્ર. બીજા ઈન્દીરાબાઈ મહાસતીજીને ૨૨ મો અને બાબ્ર. નવદીક્ષિત હર્ષિદાબાઈ મહાસતીજીને ૧૯ મે ઉપવાસ છે. હજુ આપણે ત્યાં તપશ્ચર્યા ચાલુ છે. તપયજ્ઞમાં જુના કર્મરૂપી કાષ્ટની આહુતિ અપાય છે. તપથી શરીર સૂકાય છે પણ આત્માનું તેજ વધે છે. અને ભલ ભલા અસાધ્ય રોગે પણ મટી જાય છે.
અમે મુંબઈ હતાં ત્યારે એક ભાઈને કેન્સરનું દર્દ થયેલ. કેન્સરનું નામ જ એવું છે કે તે સાંભળતાં જ માણસને હાયકારો લાગી જાય. કેન્સર થતાં માણસ દુનિયામાંથી કેન્સલ જ થઈ જાય છે. આ ભાઈને ગળાનું કેન્સર હતું. ગળેથી પાણીનું ટીપું પણ ઉતરતું નહોતું. ઉનાળાને દિવસ; જીભ તે સૂકાઈ જાય છે. પાણી પાણી કરે પણ જ્યાં બે ટીપા પાણી ગળેથી ઉતારે ત્યાં એવી કારમી વેદના થાય કે એની સીમા નહિં. ખૂબ પૈસા ખચી દવાઓ કરી. કંઈ જ રાહત ન થઈ. ત્યારે એ ભાઈએ નિર્ણય કર્યો કે મેં રેગ મટાડવા થાય તેટલા વાના કર્યા. ટાટા હેસ્પિતાલમાં ગયે. કિરણ લીધા, પૈસાનાં પાણી કર્યા, પણ ગળેથી એક ટીપું પણ પાણીનું ઉતરતું નથી. હવે મારે બીજી કોઈ પણ દવા કરવી નથી. પ્રભુને પ્રાર્થના કરીને કહે છે હે પ્રભુ! તારી સાક્ષીએ આજથી ત્રીસ ઉપવાસનાં પ્રત્યાખ્યાન લઉં છું. જે મને રાહત થાય તે આહાર પાણીને આગારે છે. અને રોગ ન મટે સિરે સિરે. શ્રદ્ધાપૂર્વક તપના પ્રત્યાખ્યાન કર્યા. અને સળગે દિવસે તેણે એક પ્યાલે પાણી પીધું. ગળામાં કોઈ જાતની તકલીફ ન રહી, અને વીસ ઉપવાસ પૂરા થતાં તે સાવ સારું થઈ ગયું. એક ટીપું પાણી ઉતરતું ન હતું તેને બદલે ખાવાપીવામાં પણ તકલીફ પડતી બંધ થઈ ગઈ. એ ભાઈને તપ ઉપર એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ કે ન પૂછો વાત. શ્રદ્ધાપૂર્વક કરેલ તપ ફળ્યા વિના રહેતું જ નથી.
વિશ્વાસ-શ્રદ્ધા એ આત્માની જ્યોતિ છે. સંશય એ આત્માને અંધકાર છે. વિવેક હદયની સૌરભ છે અને અવિવેક એ મનની ગંદકી છે. જેના મનમાં શ્રદ્ધાની તિ જલે છે એના કાર્યની સિદ્ધિ થયા વિના રહેતી જ નથી. શ્રદ્ધાથી માણસ આગળ વધી શકે છે. અને દુષ્કર કાર્યોમાં પણ સફળતા મેળવી શકે છે. પણ પ્રશ્ન એ છે કે આજના મનુષ્યને એક પણ બાબતમાં શ્રદ્ધા નથી. એથી પણ મેટો પ્રશ્ન એ છે કે આજે જુની શ્રદ્ધા તૂટતી જાય છે અને નવી શ્રદ્ધાનું નિર્માણ થઈ શકતું નથી. પછી ધર્મ, સમાજ અને ચારિત્રની ચઢતી કયાંથી થાય? શ્રદ્ધા એજ જીવનનું બળ છે.
આ બે કુમારોને માતા-પિતા કહે છે હે મારા વહાલસોયા પુત્ર ! તમારે દીક્ષા લેવાને આ સમય નથી. વેદમાં કહ્યું છે કે જે પુત્ર વિના મરણ પામે છે અને વર્ગની
શા. ૪૮