________________
વર્ષોથી સંત એવા આત્માના ઝવેરીના પાસા સેવે છે પણ હજુ એમને સ્વ-પરની પિછાણું થઈ નથી. જ્યારે તમને સ્વ–પરની પિછાણ થશે ત્યારે જ સાચું સુખ પામી શકશે.
ભાદરવા સુદ ૧૧ ના દિવસે સ્વ પૂ. ગુરૂદેવ આચાર્ય રત્નચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. તે નિમિત્તે દશમ–અગિયારસ અને બારશના અઠ્ઠમ કરાવવા છે. એ પૂ. ગુરૂદેવ રત્ન સમાન સાચા ઝવેરી હતાં. એમને અમારા ઉપર અનહદ ઉપકાર છે. તે અઠ્ઠમ મોટી સંખ્યામાં કરશે. અમારે માલ લેશે તો સંસારને માર ખા નહિ પડે, આત્મકલ્યાણ સાધી શકાશે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન...નં. ૫૧
ભાદરવા સુદ ૯ ને બુધવાર તા. ૯-૯-૭૦
શાસ્ત્રકાર ભગવંત ત્રિલેકીનાથે આ જગતના છના કલ્યાણને અર્થે સિદ્ધાંત રૂપ વાણીની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણમાં અનંત સામર્થ્ય રહેલું છે.
विश्वव्यापि तमा हिनस्ति तरणि, बलोऽपि कल्याङकुरो । दारिद्राणि गजावली हरिशिशुः काष्ठानि वह्नः कणः ॥ पीयूषस्य लोऽपि रोगनिवह यद्धत्तथा ते विभो ।
मूर्तिः स्फुतिमती त्रिजगती कष्टानि हतु क्षमा ॥ જેમ ઉગતા સૂર્યનું એકજ કિરણ વિશ્વ ઉપર વ્યાપેલા અંધકારને નાશ કરે છે. કલ્પવૃક્ષને એક અંકુરો પણ દરિદ્રતાને નાશ કરે છે. સિંહનું એક નાનકડું બન્યું હાથીઓના સમૂહને ભગાડી શકે છે. અગ્નિને એક જ કણ લાકડાંની ગંજીને બાળીને સાફ કરી નાખે છે. અને અમૃતનું એક જ બિંદુ રોગને નાશ કરે છે. માણસ ગમે તેટલે માં હેય પણ જે અમૃતનું એક બિંદુ ખાવામાં આવે તે એને રેગ નાશ પામે છે. તે જ રીતે વીરના એક જ વચન પર પ્રતીતિ થાય તે મિથ્યાત્વ રૂપી અંધ કારને નાશ થયા વિના નહીં રહે. પણ તમને સંસારના કાર્યમાં જેટલી શ્રદ્ધા છે તેટલી વીર પ્રભુના વચન પ્રત્યે નથી. જેટલા રેડિયાના સૂર સાંભળવા ગમે છે એટલા વીરવાણીના સૂર સાંભળવા ગમતા નથી.