________________
૩૮૧
આજે સૌ કોઈ રેડિયા ઉપર શું સમાચાર આવ્યા, પેપરમાં શું સમાચાર આવ્યા તે સાંભળવા અને વાંચવા માટે આતુર હોય છે. વાહનવ્યવહાર ચાલુ થયે કે નહિ. તારલાઈન શરૂ થઈ કે નહીં, એ બધું તમે જાણવા માગે છે, તે ભગવાન કહે છે કે હે આત્મા! તારી જીવન નૌકા મધદરિયે ઝૂલી રહી છે. તેની તને કંઈ ચિંતા થાય છે. કે પરની જ ચિંતા કરી છે? ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છે જેને અધિકાર ચાલે છે. તેમાં બે આત્માઓને જીવનનૌકાને તારવાની લગની લાગી છે.
જેણે સંત સમાગમ કર્યો છે, જડ ચેતની વહેંચણી કરી છે, આત્માનું મહત્વ સમજ્યા છે તેને જ સંત સમાગમ કરવાનું મન થાય છે. કારણ કે તે સમજે છે કે ધન, માલ-મિલ્કત, કુટુંબ-પરિવાર આ બધું મને અંતિમ સમયે ત્રાણું શરણુ થનાર નથી. ગરીબ યા શ્રીમંત, બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ સર્વેને એક દિવસ તે છેડીને જવાનું છે, સાથે તે પાપ અને પુણ્ય, શુભાશુભ કર્મ સિવાય કાંઈ જ આવવાનું નથી, જીવન અવિરતપણે ચાલ્યું જાય છે. જે યુવાનીમાં ખૂબ કાળજીપૂર્વક શરીરનું જતન કરવામાં આવે છે તે યુવાની પણ પાણીના પૂરની જેમ વેગે વહી જાય છે. ઘડપણમાં શરીરની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે અને શરીરની લાલી ચાલી જાય છે.
શરીર રૂપી કેડીની બહુ સંભાળ લીધી અને રન જેવા આત્માને ભૂલી ગયા. પણું દેહને રંગ જોતજોતામાં પલટાઈ જાય છે. આવા ક્ષણભંગુર શરીર માટે શાશ્વત આત્માને ભૂલી ગયા છે. જ્ઞાની કહે છે કે “મકાનની માવજતમાં માલિકને ન વિસારે, દેહના રપામાં દેહીને ન ભૂલે.” આત્માની પિછાણુ મનુષ્ય ભવ સિવાય બીજે કયાંય નહી થાય. આ અવસર ચૂક્યા તે પછી પસ્તાવો થશે. પંખીડા ખેતરમાંથી દાણું ચણી જાય ત્યારે ખેડૂત ધ્યાન ન રાખે. આળસ કરીને બેસી રહે અને પછી પસ્તાવો કરે તેને શું અર્થ? તેમ તમારું જીવન આળસમાં વ્યતીત થાય છે. અંતિમ સમયે પસ્તા થશે, પણ ગયેલે અવસર પાછા આવવાને નથી. અંતિમ સમયે તમને કોઈ બચાવનાર નથી.
તમારી પથારી પાસે તમારા સગાં-સ્નેહીઓ વીંટળાઈને ઉભા હશે, મોટામાં મોટા સજન ડોકટર હાથમાં નાડી પકડીને બેઠા હશે તે પણ હંસલે ચાલ્યા જશે. આયુષ્યની દેરી સાંધવા કેઈ સમર્થ નથી. ભગવાનને નિર્વાણ સમય નજીક આવ્યું ત્યારે ઈકોએ ચરણમાં પડીને વિનંતી કરી કે હે પ્રભુ! ભસ્મગ્રહ ઉતરી જાય એટલે સમય આપ આયુષ્ય લંબા, તે દુનિયાના જીવ શાંતિથી જીવી શકશે. ત્યારે ભગવાને કહી દીધું કે હે ઈન્દ્ર! બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહીં. આયુષ્ય ઘટે પણ વધે નહીં. ભંગીમાં કહ્યું છે કે (૧) વધી વધીને વધે તૃષ્ણા. (૨) ઘટી ઘટીને ઘટે