________________
જેઠ ચાલ્યા ગયા. હવે આજથી આપણે ગઈ વાતને ભૂલી જઈ નવા નામે જીવન જીવવાનું છે. બંનેએ એકબીજાની ક્ષમા માગી અને પવિત્ર બન્યા. જેઠની બધી ક્રિયા પત્યા બાદ દેરાણું પિતાને ઘેર આવી. ત્યારે તેને પતિ કહે છે, હું તે તરત જ પાછો આવ્યો અને તું આટલે બધો વખત ત્યાં કેમ રેકાઈ? ત્યારે પત્ની કહે છે, મને ભાભીએ પ્રેમથી બોલાવી. અમે એક બીજાની ક્ષમા માંગીને વિશુદ્ધ બન્યા. ભાભીને આપણા ઉપર અનહદ પ્રેમ છે.
બાપાના ગયા પછી માતા કહે છે બેટા! બાપની હિતશિખામણ માથે ચઢાવવાની હોય પણ ખરાબ શિખામણ માનવાની ન હોય. તારે બાપ તને કહી ગયો છે તેવું તું ન કરતે, આપણે તે હવે તારા કાકાને આપણે ઘેર બેલાવવા છે અને સંપથી રહેવું છે. માતાએ પુત્રને ઘણી હિત શિખામણ આપી. હવે પુત્રનું મન ચકડોળે ચઢયું.
એક તરફ બાપનું વચન અને બીજી તરફ માતાની હિત શિખામણ” બંનેની વચમાં શું કરવું અને શું ન કરવું તેની ડોકટરને સમજ પડતી નથી.
બીજી તરફ મોટાભાઈને મરણ પછી નાનો ભાઈ ખૂબ ઝૂરે છે, રડે છે, એને એક જ વાતને અફસોસ રહી ગયો કે અમે બંને ભાઈ એકબીજાની પાસે ક્ષમા માંગી શક્યા નહિ, મને મારા ભાઈના દર્શન ન થયા છે એ અફસમાં નાનો ભાઈ ખાતે પીતે નથી. મોટાભાઈના વિયોગમાં અને અફસેસમાં નાનભાઈ માંદે પડે ત્યારે નાનાભાઈ નિર્ણય કરે છે કે મારે બીજા કેઈ ડેકટરની દવા લેવી નથી. મારે ભત્રીજો ડોકટર છે, એને 'બેલા. એ આવીને દવા આપે તે જ મારે તેવી છે. મને આશા છે કે મારે ભત્રીને આવશે અને એની દવાથી મને જરૂર સારું થઈ જશે. ભત્રીને બોલાવે છે અને કહે છે બેટા ! જીવાડ કે માર. મારે તારા સિવાય બીજા કેઈની દવા લેવી નથી.
કાકા પ્રેમભાવથી ભત્રીજાને બેલાવે છે, પણ ભત્રીજાના હૈયામાં વેર વાળવાની વૃત્તિ છે. આ સમયે તેને બાપનું વચન યાદ આવ્યું. મનમાં વિચાર કર્યો કે આજે બાપનું વચન પાળવાને લાગ આવ્યો છે. બાપનું વેર લઉં એમ નિર્ણય કરી તેણે હાથમાં ઇજેકશન લીધું. ઈંજેકશનમાં દવા ભરવા જાય છે પણ હાથ ધ્રુજવા લાગ્યા. હુદય થડકવા - લાગ્યું, બીજી તરફ માતાને ખબર પડી કે દિકરો એના કાકાને ત્યાં ગયે છે. ૨ખે એના બાપનું વેર વાળવા છોકરમત કરી બેસે. એટલે દેડતી માતા દિયરને ઘેર આવી ગઈ. ડોકટર ઈજેકશન તૈયાર કરીને કાકાને મારવા જાય છે ત્યાં માતા પુત્રને હાથ પકડીને કહે છે કે બેટા ! સદૂભાવના છે કે અસદ્દભાવના ? ડોકટર કહે છે માતા ! અત્યારે મારા અંતરમાં શુદ્ધ અને અશુદ્ધ મનની લડાઈ ચાલી રહી છે. અશુદ્ધ મન કહે છે બાપનું વિર વસૂલ કરી લે, સમય આવે છે. જે ભૂલતે ! અને શુદ્ધ મન કહે છે જેજે, તેની વણઝાર લઈને જવાનું પાપ ન કરતે. માતા પુત્રને હાથ પકડી ખૂણામાં લઈ જઈને