________________
રામદાસજી એક સમયે પુરૂષ થઈ ગયા. જેઓ પહેલેથી જ કેવાં આત્માથી હતા! નાનપણમાં જ એમનાં લગ્ન લેવાયાં હતાં. જ્યારે એ લગ્નના મંડપમાં બેઠેલા હતાં ત્યારે બ્રાહ્મણ બોલ્યા “સાવધાન” આ રામદાસે જેવો સાવધાન શબ્દ સાંભળે તેવા જ તેઓ સાવધાન થઈ ગયા. એવાં તેઓ સાવધાન બની ગયા કે લગ્નમંડપ છોડીને ચાલી નીકળ્યા. બાર બાર વર્ષો સુધી તેમની ખૂબ શોધ ચાલી પણ પત્તો ન લાગે. પછી તેઓ સંન્યાસી બનીને ઘરઘરમાં ભિક્ષા માંગવા લાગ્યા. ખરેખર! સ્વામી રામદાસ એ ઉચ્ચ કોટીના સંત હતાં. તેમને પ્રભાવ ચારે તરફ વીજળીની રોશનીની જેમ ફેલાઈ ગયું હતું. તેમના પ્રભાવથી છત્રપતિ કહેવાતા શિવાજી મહારાજ પણ પ્રભાવિત થઈ ગયા હતાં. એ શિવાજીએ રામદાસને પિતાના ગુરૂ માન્યા હતાં.
એક વખતના પ્રસંગમાં સ્વામી રામદાસ હાથમાં ઝળી લઈને ઘરઘરમાં ભિક્ષા માટે ફરી રહ્યાં છે તે જોઈ શિવાજીના મનમાં વિચાર આવ્યો કે અહે! હું આ મોટે મહારાજા અને મારા ગુરૂ ઘરઘરમાં ભિક્ષા માગે! શું હું એકલે એમની બધી જરૂરિયાત પૂરી ન કરી શકું? તરત જ શિવાજીએ એક ચિઠ્ઠિ લખીને પિતાના નોકરને કહ્યું. આ ચિઠ્ઠી સ્વામી રામદાસની ઝોળીમાં નાંખી દેજે. નેકરે શિવાજીના કહેવા પ્રમાણે સ્વામી રામદાસની ઝોળીમાં ચિઠ્ઠી મૂકી દીધી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ગુરૂદેવ ! મારું સમસ્ત રાજ્ય આપના ચરણમાં સમર્પણ કરું છું. “આપ આ ભિક્ષાવૃત્તિ છેડી દે.” સંત રામદાસજીએ આ ચિઠ્ઠી વાંચી અને ત્યાંથી સીધા શિવાજી પાસે આવ્યા અને કહ્યું : શિવા! તેં તારૂ આખું રાજ્ય મને સેંપી દીધું. બોલ, હવે તું શું કરીશ?
શિવાજીએ કહ્યું ગુરૂદેવ ! આપની જે કંઈ આજ્ઞા થશે તેનું પાલન કરીશ. આ શિવ આપની સેવામાં સદા હાજર રહેશે. ત્યારે રામદાસે કહ્યું “આ મારી ઝળી ઝાલી લે” અને મારી સાથે ભીખ માંગવા ચાલ. ગુરૂની આજ્ઞા એટલે આજ્ઞા. મનમાં સહેજ પણ દુઃખ ન થયું. મનમાં એમ પણ ન થયું કે જે ગુરૂને ભિક્ષા માંગતા જોઈને મને શરમ આવતી હતી તો મારાથી ભિક્ષા માંગવા કેમ જવાય! હસતે મુખડે છળી ઉપાડી ગુરૂની સાથે ભિક્ષા માંગવા ચાલી નીકળ્યા. શિવાજી મહારાજને ઝોળી લઈને ભિક્ષા માંગવા જતાં જઈને પ્રજાજનોને પણ ખૂબ નવાઈ લાગી. ગુરૂએ તેમને આખા ગામમાં ફેરવ્યા. છેવટે નદી કિનારે આવ્યાં. અને ભિક્ષા માં આવેલું ભોજન કર્યું. પછી ગુરૂએ કહ્યું બેટા ! તે મને તારું આખું રાજ્ય સમર્પણ કરી દીધું છે પણ હવે હું આખું રાજ્ય તને પાછું મેંપું છું. પણ તે રાજ્ય મારું છે એમ સમજીને રાજ્યને ટ્રસ્ટી બનીને રાજ્યને કારભાર કરજે અને આ મારુ ભગવું વસ્ત્ર પણ સાથે રાખજે. જેથી તને રાજ્ય પ્રત્યે મેહ ન થાય. ત્યારથી શિવાજીએ પિતાના રાજ્ય ઉપર ભગવો ઝંડે ફરકાવ્યો. આજે પણુ મહારાષ્ટ્રમાં ભગવા ઝંડાનું મહત્વ છે. ત્યાર પછી શિવાજીએ ગુરૂના કહેવા પ્રમાણે