________________
જવાનું થયું ત્યારે એના મનમાં વાસનાના તરંગો ઉત્પન્ન થયાં. એની પત્ની સંગિન તાને યુદ્ધમાં જતી વખતે કહ્યું કે સંગિતા ! આજે તું તારા હાથે મને કમરપટ્ટો બાંધી દે. વાસનાને ગુલામ બનીને યુદ્ધના મેદાનમાં ગયે. જેથી યુદ્ધમાં તેને પરાજય થયે. તેના પરાજયના કારણે ભારત પરતંત્રતાની બેડીમાં જકડાઈ ગયું.
નેપિલિયનની ચારિત્રમાં દઢતા”
નેપોલિયનના પરાજ્યનું મુખ્ય કારણ પણ અસંયમ હતું. ઈન્દ્રિના સંયમને લીધે નેપોલિયન માટે સેનાધિપતિ બન્યું હતું. એ જ્યારે ભણતો હતો ત્યારે એક નાઈને ઘેર તે રહેતે હતે. એ નાઈની (હજામ) સ્ત્રી ચંચળ મનની હતી. નાઈની સ્ત્રી તેના સૌંદર્યની પાછળ મુગ્ધ બની હતી. એ અનેક પ્રકારના ચેનચાળા કરી નેપોલિયનને પિતાના તરફ આકર્ષવાના પ્રયત્ન કરતી હતી પણ એ સ્ત્રી જ્યારે જ્યારે એની પાસે જતી ત્યારે ત્યારે નેપોલિયન પુસ્તક વાંચવામાં જ તલ્લીન હોય. કેઈના સામું જોવાની પણ એને ફુરસદ મળતી ન હતી.
નેપલિયન ભણીગણીને જ્યારે દેશને મુખ્ય સેનાપતિ બની ગયે ત્યાર પછી તે એક વખત પિલા ગામડામાં ગયો. નાઈની પત્ની દુકાનના ઓટલા પર બેઠી હતી. ઘેડ
ભાવીને નેપોલિયને તે બાઈને પૂછયું. બહેન! તમારે ઘેર નેપોલિયન બોનાપાર્ટ નામને એક યુવક ભણવા માટે રહેતું હતું તે યાદ છે? તેને સ્વભાવ કે હતો? ત્યારે પેલી સ્ત્રીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો કે હું નિરસ વ્યક્તિની વાત કરવા પણ ઈચ્છતી નથી. તેણે કોઈ દિવસ હસીને મારી સાથે વાત કરી નથી. એ તે વેદિયા હેર જે હતે. ત્યારે નેપોલિયને ખડખડાટ હસીને કહ્યું. તમારું કહેવું સત્ય છે. આ જ બોનાપાર્ટ જે તમારી રસિકતામાં ડૂબી ગયા હતા તે દેશને મુખ્ય સેનાપતિ બનીને તમારી સન્મુખ ઉભે ન હોત
નેપલિયન જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તેણે વિજ્ય પ્રાપ્ત કર્યો હતે. તે જીવનમાં સંયમ હોવાના કારણે જ! પરંતુ જીવનની આથમતી સંધ્યાએ ઈદ્રિના ગુલામ બનવાને કારણે છેલ્લા યુદ્ધમાં તેને પરાજ્ય થાય છે. આજે બ્રહ્મચર્ય વિષે ઘણું કહેવાયું છે. બધા તપમાં બ્રહ્મચર્ય એ શ્રેષમાં શ્રેષ્ઠ તપ છે. જે મનુષ્ય આ વ્રતનું પાલન કરે છે તેનું જીવન ધન્ય બને છે. જીવનનું સાચું તેજ બ્રહ્મચર્ય છે. આજના યુવાનો અને યુવતીઓ માટે પાવડર, ને આદિ લગાડીને સૌંદર્યવાન બનવાના પ્રયત્ન કરે છે. પણ જો તમારે સારું સૌંદર્ય ખીલવવું હોય તે તમે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરો. સંત-સતીજીએ કઈ જાતના શોભાવર્ધક પદાર્થો વાપરતા નથી, છતાં જુઓ! આ તમારી સામે તપસ્વીઓનાં તેજ કેવાં ઝબકે છે!,
શા. ૪૬