________________
૩૨
આજે મા. પ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજીને ૨૪મા ઉપવાસ છે. ખા. બ્ર. લાભુમાઈ મહાસતીને ૨૦મા ઉપવાસ છે. મા. બ્ર. બીજા ઈન્દીરામાઈ મહાસતીજીને ૧૭મા ઉપવાસ છે. મા. પ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને ૧૫મે ઉપવાસ છે. આ. શ્ર. કાન્તાબાઈ મહાસતીને ૭મા અને ખા. બ્ર. વસંતબાઈ મહાસતીજીને પાંચમા ઉપવાસ છે. રાજકોટ સંઘના અહાભાગ્ય છે કે સંઘમાં અને સામાં પણ આટલી તપશ્ચર્યાં થઈ છે. રાજકાટ સંઘ દરેકમાં મેખરે છે. સમય થઈ ગયા છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન... Y
સાંવત્સરી મહાપ
ભાદરવા સુદ ૫ ને શનિવાર તા. ૫-૯-૭૦
આજે પરમ પવિત્ર અને મંગલકારી સંવત્સરીના દિન છે. જૈન ધર્મીમાં બધાં જ પર્યાં મહત્ત્વનાં છે, પણ પર્વાધિરાજનુ બિરુદ પર્યુષણુપ ને જ આપવામાં આવ્યુ છે. જેમ તમારે ઘેર જાન આવવાની હાય ત્યારે તમે જાનની રાડુ કેટલા હપૂર્ણાંક જુએ છે, તે જ રીતે આ માંગલિક પના દિવસેાની રાહ એક મહિનાથી જોવાય છે. પર્વાધિરાજનું આગમન થતાં લેાકેાના મનમાં નવું ચેતન, નવી જાગૃતિ અને ભવ્ય ભાવનાના ચમકારા દેખાય છે. જે ભાઇઓ અને બહેના કોઈ દિવસ ઉપાશ્રયે નહિ આવતાં હાય તેએ પણ આ પવિત્ર પર્વના દિવસોમાં ધર્મસ્થાનકોમાં આવી ધર્મારાધના કરે છે. એક સપ્તાહની ભાવપૂર્ણ સાધના પછી પર્વના જે છેલ્લા દિવસ આવે છે તેને સવત્સરી કહેવામાં આવે છે.
આજે ભારતમાં અને પરદેશમાં વસતાં જૈનેાના દિલમાં આનંદ હશે કે આજે અમારા પવિત્ર દિવસ છે. આજના દિવસે લેવાનુ અને દેવાનુ એ એ કાર્યાં કરવાનાં છે. જેમ વહેપારી વહેપાર કરે છે ત્યારે પૈસા આપે છે અને માલ ખરીદે છે. તમે તમારી દિકરી કાઈને ત્યાં પરણાવે છે અને કેાઈ એમની પુત્રી તમારે ત્યાં પરણાવે છે. આ રીતે દુનિયામાં બધે લેવડદેવડથી કામ ચાલે છે. તેમ ભગવાન મહાવીરની પેઢી ઉપર પણ આજે લેવડદેવડ કરવાની છે. તમારે જેની સાથે વેર થયુ' હાય તેની પાસે તમારે ક્ષમાપના લેવાની છે. અને જે તમારી પાસે ક્ષમા માંગવા આવે તેને તમારે