________________
તે માણસો વ્યસનનાં ગુલામ બન્યાં છે. ચા દેવીનું પાન ન કરે ત્યાં સુધી પગમાં ચેતન ન આવે. બીડી ન પીવે ત્યાં સુધી ભાઈનું પેટ સાફ ન થાય. આ કેટલી ગુલામી છે ! કંઈક ભાઈ-બહેને કહે છે કે અમે ઉપવાસ કરીએ પણ ચા વિના ચાલતું નથી. એક કપ ચા પીવાની છૂટ મળે તે ખુશીથી ઉપવાસ કરીએ. એક વ્યસનને ખાતર તપ કરતાં અટકી જવાય છે. આપણે કમમેદાનમાં યુદ્ધ કરવાનું છે. ત્યાં આવી કાયરતા કેમ ચાલે? જે કર્મો સાથે યુદ્ધ કરી આત્માને મુક્ત બનાવી સિદ્ધગતિનાં સુખડાં પામે તે સાચે યુદ્ધવીર છે.
() દાનવીર – આ પવિત્ર ભારતભૂમિ ઉપર ઘણું દાનવીર થઈ ગયાં છે. ભામા શાહ, જગડુશાહ, વસ્તુપાળ તેજપાળ, બેમ દેદરાણી આદિ અનેક દાનવીરે થઈ ગયાં. ઘણાં વર્ષો પૂર્વે ચાંપાનેરમાં ચાંપશી મહેતા નામના મહાજન થઈ ગયા. તેઓ એકવાર બાદશાહના દરબારમાં જઈ રહ્યાં હતાં. તે સમયે એક ચારણે તેમનું સ્વાગત કરતાં કહ્યું.
પધારે, શાહ પહેલે અને બાદશાહ પછી.” તેની સાથે બાદશાહને એક માણસ હતો. તેને આ શબ્દ ખટક્યાં. બાદશાહ પાસે જઈને તેણે કહ્યું. સાહેબ! આપને આચરણ વાણીયાની પ્રશંસા કરે છે અને એમ કહે છે કે “શાહ પહેલે અને બાદશાહ પછી આપને વાણીયાથી પણ નીચા ગણે છે. આ સાંભળી બાદશાહને ચાનક તે લાગી પણ કહ્યું કે સમય આવ્યે જોઈ લઈશું.
બાદશાહે આ વાત ધ્યાનમાં રાખી. વખત જતાં એક વખત એવો પ્રસંગ આવ્યું કે ગામમાં દુષ્કાળ પડે, અન્ન પાણીનાં સાંસા પડયા. લેકે ભૂખ-તરસથી તરફડવા લાગ્યા. પ્રજાએ રાજાને અરજ કરી કે અમારું રક્ષણ કરે. ત્યારે બાદશાહે કહ્યું કે આવા કટેકટીના સમયે પ્રજાનું રક્ષણ કરવું એ મારી પહેલી ફરજ છે. પણ બાદશાહથી શાહ મોટા છે તે પ્રજાનું રક્ષણ કરે. બાદશાહે શાહને બેલાવ્યાં અને કહ્યું કે આ દુષ્કાળમાં નગરજનેને અનાજ પૂરુ પાડો. જે નહિ પાડી શકે તે તમારું શાહ પદ લઈ લેવામાં આવશે. પહેલાનાં વણિકો વેવલાવેડા કરીને ઉભા રહે તેવા ન હતાં. પિતાના શાહ પદને શોભાવવા માટે એક વખત પિતાનું સર્વસ્વ દઈ દેવું પડે તે દેવા માટે તૈયાર હતાં. તેઓ તમારી જેમ ભેગમાં ડૂબેલાં ન હતાં. દાનવીર હતા અને ચારિત્રવાન પણ હતાં. સુદર્શન શેઠને માથે લંક ચઢયું. તેમને શૂળીએ ચઢાવ્યા, તે તેમના શિયળના પ્રભાવથી શૂળી ફીટીને સિંહાસન થઈ ગયું. સુદર્શન શેઠ વણિક હતાં.
મહાજને ઉઠાવેલી મહેનત
શાહ નામને શોભાવવા વણિકોએ કેડ બાંધી. ગામેગામ ફરીને ટીપ કરવા લાગ્યા. દુષ્કાળમાં માણસને રેટ ને છાશ ખવરાવી શકાય તેટલે ખર્ચ આપી શકે