________________
. ઉપર
સંપત્તિને સાચવવા માટે ચોકીયાત રાખવા પડે છે. તમારી પાસે સંપત્તિ છે એટલે બીજા રાજાઓ તમારા રાજ્ય ઉપર મીટ માંડે છે. તમારું રાજ્ય લેવાને માટે ત્રાટકીને રહ્યાં છે. તમારા કંઈક શત્રુ બન્યા છે. અને મારે તે ભંડાર સાચવવા માટે કઈ ચેકીયાતની જરૂર નથી. મારું રાજ્ય લેવા પણ કોઈ ઈચછે નહિ. દુનિયામાં મારે કોઈ દુશ્મન મળે નહિ. મારો રાજ્યભંડાર મારે ત્યાં નહિ, પ્રજાને ત્યાં રહે છે. મારે રાજ્ય ભંડાર સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ છે.
બંધુઓ ! સંપત્તિ અને સુબુદ્ધિ વચ્ચે કેટલું અંતર છે એ તો તમે સમજી ગયા ને? મારા રાજગૃહીના શ્રાવકે તો ચતુર અને ચાલાક છે. તમે તો રહેજમાં સમજી જાવ તેવા છે. એની પાસે સુબુદ્ધિ હતી એટલે એ પ્રસન્ન અને સંતોષી હતો. બીજાની પાસે સંપત્તિ હતી છતાં એ અસંતોષી હતા.
બંધુઓ ધર્મ એ ધનને વિરોધી નથી. ધન મળવું તે પુણ્યને આધીન છે. પણ એ પૂર્ણ નથી. સંપત્તિને લેકેએ સત્કારી છે. પણ સંપત્તિ શેનાથી શેભે છે? સુબુદ્ધિથી જ. સંપત્તિથી પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ આવે પણ શાંતિ તે સુબુદ્ધિથી જ મળી શકે. આજે આપણને માનવ તરીકેનો મોટો ઈલકાબ મળી ગયો છે. પણ માનવ બનવું એ કંઈ સામાન્ય વાત નથી. માનવ બનવા માટે સુબુદ્ધિની અવશ્ય જરૂર છે. એ હોય તે જ હું કોણ છું અને ક્યાં છું એ વિચાર આવે. શત્રુ કે મિત્ર પ્રત્યે એના વિચારે મંગળમય જ હેય.
બીજા માટેના અમંગલ વિચારે તમારા મંગલ વિચારોને પણ ખરાબ બનાવે છે. મગજના સુવર્ણ પાત્રમાં આવા ખરાબ અમંગળ વિચાર શા માટે ભરવા જોઈએ ! તમારી પાસે માટીનું કઈ પાત્ર હોય અને તમારા હાથમાંથી સરકીને ગટરમાં પડી જાય તે એમાં ગટરની ગંદકી આવ્યા વિના નહિ રહે. એને તમે ગમે તેટલું સાફ કરે તો પણ ગંદકીના અંશે તે એમાં રહી જ જાય છે. એને તમે સાબુથી, ગરમ પાણીથી ગમે તેટલું છે પણ એક જ વાર ગટરમાં પડેલું પાત્ર જલ્દી શુદ્ધ થતું નથી. તે જ રીતે જે મગજમાં થોડી જ વાર માટે અશુભ વિચારે આવી ગયાં તે એટલી વાર પણ મગજનું પાત્ર ખરાબ થઈ ગયું ને ?
એટલા માટે જ જ્ઞાનીઓ કહે છે કે તમારું મગજ સુંદર વિચારથી ભરી દે. જે કોઈ તમારી સામે આવે તેને જોઈને એકજ વિચાર કરો કે આનું ભલું થાઓ.
દરેકનું સારું જોતાં શીખે. ખરાબ જોવાની આપણે શી જરૂર? સુબુદ્ધિવાન માણસ વિચાર કરતો કરતે ધીમે ધીમે પિતાની-અંદરની દુનિયાને સમૃદ્ધ બનાવતે જાય છે. મહાનુભાવો! જગતમાં આજે સંપત્તિ વધતી જાય છે. સુબુદ્ધિ ઘટતી જાય છે. સુબુદ્ધિ જોઈતી હોય તે પ્રાર્થના કરવી જોઈએ.
શા, ૪૫