________________
ત્યારે સંપત્તિવાન રાજા કહે છે. મને તે લાગે છે કે તમે રાજ્ય નહિ પણ સદાવ્રતખાતું ચલાવે છે, કારણ કે તમે પ્રજાની પાસેથી કોઈ જાતના કર લેતા નથી. અને જે કંઈ છે તેમાંથી પણ લેકોને આપો છે. ગરીબોને વહેંચી દે છે. અને તમારા ભંડારમાં કઈ સંપત્તિ દેખાતી નથી. હીરા, પના, માણેક, મોતી, ઝવેરાત પણ તમારા ભંડારમાં નથી. તમારે ભંડારી પણ કે સાદ છે? મારા ભંડારની વાત તે જવાદો પણ મારા શરીર ઉપરનું ઝવેરાત જ એક કોડ રૂપિયાનું થાય. મારા રાજ્યભંડારની સાથે તમારા રાજ્યભંડારની સાથે સરખામણી કરું છું ત્યારે મારા રાજ્ય આગળ મને તમારું રાજ્ય સદાવ્રત જેવું લાગે છે. મેં આટલા દિવસ તમારું અન્ન ખાધું તેથી મને થયું કે હું તમને રાજ્ય ચલાવવાની રીત તે શીખવતે જાઉં!
સુબુદ્ધિવાન રાજા કહે છે બતાવે. તમે કેવી રીતે રાજ્ય ચલાવે છે? ત્યારે સંપત્તિવાન રાજાએ પ્રજાને કેમ ચૂસી લેવી. અને રાજ્યભંડાર કેમ તરળ બનાવો તે બધી વાત કહી. બંધુઓ ! આજ ની સરકાર કેવી રીતે રાજ્ય ચલાવે છે! એક બાજુ પ્રજા ઉપર ટેકસ નાંખે છે. બીજી બાજુ એમના માજશેખ અને અમન ચમનમાં લાખેના ધુમાડા થાય છે. આજના નેતાઓ રાજ્યનું પણ ખાય છે અને પ્રજાનું પણ ખાય છે. બે મોઢેથી તેઓ ખાઈ રહ્યા છે. પણ એમના પેટ ભરાતા નથી. પ્રજાને નીચોવી એમની તિજોરીઓ ભરવામાં જ પડયા છે. પણ એમને ખ્યાલ નથી કે પ્રજાની શી સ્થિતિ છે?
- હવે સુબુદ્ધિવાન રાજા કહે છે–તમે તમારી રીત બતાવી. જે તમે કહો તે હવે હું મારી રીત બતાવું. સંપત્તિવાન રાજા કહે છે બતાવો. એ પહેલાં હું તમને પૂછું છું કે તમારી પાસે કેટલી સંપત્તિ છે એ મને કહો. એટલે એની પાસે જેટલી સંપત્તિ હતી તેને આશરે અંદાજ કાઢીને કહ્યું કે મારી રાજ્ય સંપત્તિ આટલા અબજની છે. ત્યારે સુબુદ્ધિ રાજા કહે છે તમારી પાસે આટલા અબજ રૂપિયા છે. તો હવે મારી પાસે કેટલી સંપત્તિ છે તે હું તમને બતાવું. સુબુદ્ધિવાન રાજાએ તરત જ પોતાના ગામમાં ઢંઢેરે પીટાવ્યું કે અત્યારે રાજ્યમાં નાણુની ભીડ પડી છે. આપણું રાજ્ય મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. બીજા રાજાને આટલા અબજ રૂપિયા મારે ભરી આપવાનાં છે. માટે સૌ પિતાની શક્તિ પ્રમાણે રાજ્યના રક્ષણ માટે રાજ્યભંડારમાં રકમ આપી જાય. ત્રણ દિવસમાં તે પ્રજાએ ધન, રત્ન, હીરા, પન્ના, દાગીના બધું લાવીને આખે ભંડાર ભરી દીધે.
સુબુદ્ધિવાન રાજાને મન પ્રજા એ જ ધન હતું. પ્રજાને માટે રાજા પ્રાણ આપતે હતે. પછી જ્યારે રાજા મુશ્કેલીમાં હોય ત્યારે પ્રજા પણ પ્રાણ આપે જ ને! સુબુદ્ધિવાન રાજાએ સંપત્તિવાન રાજાને કહ્યું, હવે તમે તમારી સંપત્તિ આ મારી સંપત્તિ સાથે સરખાવી જુઓ. આની સંપત્તિના ઢગલા પાસે સંપત્તિવાન રાજાને પિતાની સંપત્તિ બહુ અલ્પ દેખાવા લાગી. બેલે, તમને રાજ્ય ચલાવતાં આવડે છે કે મને! તમારે