________________
૫6
તે પછી ગુરૂને પૂછવાની રાહ જુએ ખરા ! તમે રાજકોટના શ્રાવકે બહુ ચતુર છે. તરત જ સોદો કરી નાંખે. (હસાહસ) ગુરૂના વચન ઉપર શ્રદ્ધા રાખી પેલા ગરીબ માણસે પથ્થર વેચ્યા નહિ. મહાત્મા પાસે આવીને બધી વાત કરી.
મહાત્મા કહે છે તારા ઘરમાં લોઢાને ચીપી, સાણસી, ચમચા જે હોય તે બધું જ લઈ આવ. મહાત્મા લેઢાના ચીપીયા અને ચમચાને પથ્થરને સ્પર્શ કરાવે છે. એટલે લેઢાની ચીજો સેનાની બની જાય છે. એ ગરીબ માણસને સત્ય વસ્તુનું ભાન કરાવે છે. ભાઈ ! આ ચટણી વાટવાને પથ્થર નથી, પણ પારસ છે. પારસમણી લોખંડને અડે તે તે સુવર્ણ બની જાય છે. પણ તમે એને પિછાણી શક્યા નથી.
દેવાનપ્રિયે! જેને ઘેર પારસમણી હોય તેના ઘરમાં ગરીબાઈ રહી શકે? ન રહે. પણ ગરીબ માણસેના પાપકર્મના ઉદયથી ઘરમાં પારસમણી હોવા છતાં દુઃખ ભેગવ્યું. અત્યાર સુધી કોઈ લેખંડની ચીજને તેની સાથે સ્પર્શ થવાને પ્રસંગ જ આવે નહિ. પારસમણી તે લોખંડને સુવર્ણ બનાવે છે પણ પિતાના જેવું પારસ બનાવતું નથી. જે પારસની પિછાણ કરનાર ગુરૂ છે તે એના સંગમાં રહેનારને પિતાની સમાન બનાવે છે.
બંધુઓ ! લમી પુણ્યથી મળે છે. લક્ષ્મી લક્ષ્મીમાં ફેર હોય છે. જે લક્ષમી પુણ્યાનું બંધી પુણ્યથી મળે છે, તે લક્ષ્મી મળવાથી માણસને સારા વિચારો આવે છે. જ્ઞાની પુરૂષ કહે છે પુણ્યને ઉદય એટલે સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ. અને પાપ: ઉદય એટલે ગરીબી નહિ પણ દુબુદ્ધિ. આજના માણસો પુણ્યના ઉદયને જગતમાં મેળવેલી સંપત્તિ ઉપરથી માપી રહ્યાં છે. તેની પાસે કેટલી સંપતિ છે? અને જેની પાસે વધારે સંપત્તિ હોય
એને સંસારમાં પુણ્યશાળી ગણવામાં આવે છે. પણ જેની પાસે સદ્દબુદ્ધિ હોય અને * સંપત્તિ ન હોય તે લેકે એમ કહે છે કે ભણેલે છે, બુદ્ધિશાળી છે, પણ કમભાગી છે, એનું તકદીર નથી એટલે એને પુણ્યશાળી ગણવામાં આવતો નથી.
જેની પાસે સંપત્તિ હોય છે એ જ તમારી દૃષ્ટિએ ભાગ્યશાળી દેખાશે. અને પૈસા વિનાને માણસ બુદ્ધિમાન હોવા છતાં કમભાગી દેખાય છે. પણ જો તમે સાચું સમજે તે પૈસે પુણ્યથી મળે છે તે વાત સાચી છે, પણ પૈસે એ જ પુણ્ય છે એમ નથી.
સંપત્તિની સાથે સુબુદ્ધિથી થતાં લાભ | બંધુઓ! જ્યારે સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે છે ત્યારે જ સાચી લક્ષ્મી બને છે. અને એ લક્ષ્મી જીવનને અજવાળે છે. અને સત્ય વસ્તુનું ભાન થાય છે. એને લાગે છે કે હું કંઈક જીવન જીવી રહ્યો છું. એના શબ્દમાં મધુરતા હય, મગજમાં નમ્રતા હાય, વિચારોમાં ધર્મ હોય. આચરણમાં સદાચાર હેય. આ બધીય વસ્તુઓ જેની પાછળ આવે છે? સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે તે જ આવે.