________________
ઝટ
અંકાવજે, બધે ફરીને છેલ્લે રાજાના દરબારમાં જજે. ગમે તેટલી તેની કિંમત અંકાય પણ આ પથ્થર તું કઈને આપતો નહિ. મને લાવજે.
મહાત્માના કહેવા પ્રમાણે આ ગરીબ માણસ પથ્થર લઈને બજારમાં ગયે. એના મનમાં વિચાર થાય છે કે મહાત્માએ કહ્યું એટલે જાઉં છું પણ ચટણી વાટવાના મામૂલી પથ્થરમાં એવું શું હશે? જે હશે તે, પણ મહાત્માએ કહ્યું છે માટે એમાં કંઈક મહત્વ જરૂર હશે. શ્રદ્ધાપૂર્વક પથ્થર લઈને બકાલાવાળાની દુકાને ગયે. બકાલાવાળે કહે છે ભાઈ! હું તને આ પથ્થરના આઠ આના આપું. તે કહે છે ના, મારે આઠ આને વેચ નથી. આગળ ચાલે અનાજના વેપારી પાસે. એ કહે પાંચ રૂપિયા આપું. ચોકસી પાસે ગયે એ કહે પચ્ચીસ આપું. એમ દરેક વેપારીઓ પાસે ગયે. જેમ જેમ આગળ વધે તેમ તેમ પથ્થરની કિંમત વધતી ગઈ. ઝવેરી પાસે ગયે. ઝવેરી કહે છે આ પથ્થરના લાખ રૂપિયા આપું. પથ્થરની લાખ રૂપિયાની કિંમત અંકાણી. ગરીબ માણસને રૂંવાડે રૂંવાડે આનંદ વ્યાપી ગયે. તમારા જીવન માં આવું બની જાય તે તમને પણ આનંદ થાય ને? (સભા કેમ ન થાય!) શેને આનંદ થાય? સંસારને કે આત્માને? (હસાહસ).
જીવને અનાદિકાળથી જડને સંગ છે. એ સંગનો રંગ લાગે છે. એટલે એને એ જ ગમે ને ! ચેતનને સંગ કેઈ દિવસ કર્યો છે ! સદ્દગુરૂને સંગ કદી કર્યો છે? તમે તમારા દેહના દર્દને મટાડવા માટે તમારે ફેમીલી ડેકટર રાખે છે; વકીલ પણ ફેમીલી રાખ્યો છે, પણ કોઈ ગુરૂ ફેમીલી રાખ્યો છે? તમે દુર્ગતિમાં જવાના કામ કરતા હે તે વખતે તમારું કાંડુ પકડીને કહે કે તું શું કરે છે? તને આ ન શોભે ! તમારા ડોકટરે દેહના દર્દો મટાડશે. તમારા વકીલ તમને કેશ તમારી ફેવરમાં લાવી આપશે, પણ દુર્ગતિના દ્વારે જતાં અટકાવશે નહિ. સદ્દગુરૂ તે તમને દુર્ગતિમાં જતાં અટકાવશે.
પેલે ગરીબ માણસ હરખાતે હરખાતે પથ્થર લઈને રાજાના દરબારમાં આવ્યું. રાજાને પથ્થર બતાવ્યું. રાજા કહે છે ભાઈ! મારે આ કેઈ વ્યવસાય નથી. આ પથ્થર કિંમતી છે એટલું કહી શકું, પણ એની કિંમત કેટલી છે તે ઝવેરીઓને બોલાવીને અંકાવી આપું. બંધુઓ ! એક ચટણી વાટવાને પથ્થર ! જેની આ લોકોને પિછાણ ન હતી, પણ સંતની દષ્ટિ પડતાં તે સાચી વસ્તુની કેવી પિછાણ કરાવે છે! રાજાએ ગામના ઝવેરીઓને બેલાવ્યા. એ પથ્થરની કિંમત અંકાવે છે. ઝવેરીએ પથ્થરને જોઈને કહે છે સાહેબ! તમારા આ વિશાળ મહેલ સહિત બધે ભંડાર આપી દો તે પણ આ પથ્થરનું મૂલ્ય ચૂકવી શકો નહિ. એટલી આની કિંમત છે. રાજા કહે છે બોલ ભાઈ! તારે આ પથ્થર વેચવે છે? મહાત્માએ વેચવાની ના પાડી છે એટલે કહે છે: મારે આ વેચવે નથી. તમે હે તે શું કરે ! આ રાજાને ભંડાર મળી જતે હોય