________________
કેહ
અધિકાર ચાલે છે. એ છ જેમાં ઇષકાર રાજા, કમલાવતી રાણી, ઇષકાર રાજાને માનનીય ભૂગ પુરેહિત, તેની યશા નામની ભાર્યા, અને તેના દેવભદ્ર અને યશભદ્ર નામના બે કુમારે. એ જ જીવની વાત છે. તે છ આત્માઓમાં બે કુમારે સૌથી પ્રથમ જાગ્યાં છે. એ બે કુમારેએ એક જ વખત સંતદર્શન કર્યું. અને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન થયું અને એમની રગેરગે વૈરાગ્યને રંગ લાગે. તમે અત્યાર સુધીમાં કેટલી વખત સંતના દર્શન કર્યા ! પણ હજુ સાધુ બનું તેવા ભાવ તમને આવ્યા છે?
બે કુમારોને સંસારના સુખે ક્ષણિક દેખાવા લાગ્યા. જે સંસારમાં ક્ષણવારનું સુખ નથી ત્યાં રહેવાથી શું! જ્યાં જવાથી આત્મા શાશ્વત સુખનો ભક્તા બને તે માગે આપણે જવું છે. પિતાના પિતા પાસે આવીને કહે છે હે પિતા! અમને આ સંસારમાં ક્ષણ માત્ર આનંદ આવતું નથી. માટે “બાબતયામો રિસામુ મi” આપ અમને આજ્ઞા આપે. અમે સંયમના માર્ગે પ્રયાણ કરીએ. આ મનુષ્ય ભવમાં જ આત્મકલ્યાણની સાધના કરી શકાય છે. બીજા કેઈ ભવમાંથી મોક્ષે જવાની ટીકીટ મળતી નથી. દેવેને અધિપતિ ઈન્દ્ર હોય, જેની સેવામાં ગમે તેટલાં દેવે હાજર હોય, છતાં એની તાકાત નથી કે ત્યાંથી સીધો મોક્ષમાં જઈ શકે. એક ચપટી વગાડે એટલી વારમાં જંબુદ્વીપને ફરતા સાત આંટા મારવાની જેનામાં તાકાત છે એ દેવ પણ સીધે મોક્ષે જવાને માટે શક્તિમાન નથી. મેક્ષે જવા માટે તે માનવદેહ ધારણ કરે જ પડે છે. | સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા દેવની સ્થિતિ તેત્રીસ સાગરેપની હોય છે. એને તેત્રીસ હજાર વર્ષે આહાર કરવાનો વિકલ્પ થાય છે. ત્યાં સુધી આહાર કરવાનું વિચાર સરખે પણ આવતો નથી. છતાં દેવતાઓ વ્રત-પ્રત્યાખ્યાન કરી શકતાં નથી. તેત્રીસ હજાર વર્ષો નહિ ખાવા છતાં પણ એને તપ કહેવાય નહિં. જ્યારે આપણે એક જ ઉપવાસ કરીએ તે લાભનું કારણ બને. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવેને મનુ ષ્યના જેવા કામો હેતાં નથી. છતાં એને લાભ મળતું નથી. અને મનુષ્ય એક અહેરાત્રી બ્રહ્મચર્યનું પાલન કરે તે ૧૮૦ ઉપવાસને લાભ મેળવે છે. કોઈ માણસને ટાઈફાઈડ થયે હેય, એને ડેકટર મનાઈ કરે કે એક મગના પાણી સિવાય કંઈ જ આપવાનું નહિ. ત્રીસ દિવસ સુધી ભલે અનાજને કણ ન લે છતાં એને મા ખમણ ન કહેવાય. આપણે અહીં બધા તપસ્વીઓમાં કોઈને ૩૮, કોઈને ૨૮મે ઉપવાસ છે. એમને માટે સંઘે સીટો રીઝવર્ડ કરી છે. આ બહુમાન કોનું છે? જે સ્વેચ્છાએ-સ્વાધીનપણે ત્યાગ કરે છે તેનું જ બહુમાન છે. તપ-ત્યાગ આદિ કરવાને આ અમૂલ્ય અવસર છે. માનવભવ સિવાય આ કરણું બીજે કયાંય કરી શકાશે નહિ. તિર્યંચમાં જીવે પરાધીનપણે કેટલાં કષ્ટો સહન કર્યા છે તેને વિચાર કરે!
જીવે નરકગતિમાં પરમાધામીનાં કેટલાં કષ્ટ સહન કર્યા? તરસથી આકુળ વ્યાકુળ