________________
૪૮
થઈ ગયું હોય તે વખતે બે કાંઠે વહેતી નદીને જોઈ બેબો ભરીને પાણી લેવા જાય છે, પણ એ પાણને સ્પર્શ થતાં એના હાથ ચીરાઈ જાય છે. કારણ કે નરકમાં વૈતરણી નામની નદી છે. જેનું નામ વૈતરણી એ વેતરવાનું જ કામ કરે છે. આ રીતે નરકમાં પણ કેટલાં કષ્ટો સહન કર્યા? આ બધું જ જીવે પરાધીનપણે સહન કર્યું છે, પણ સ્વાધીનપણે સહન કર્યું નથી. જે સ્વાધીનપણે કષ્ટ સહન કરે, સ્વેચ્છાથી વિષયભોગો છોડે, તપ કરે તેમાં જ કમની નિર્જરા છે. આ બે બાલુડાને સંસારના સુખે પ્રત્યેથી રાગ છૂટી ગયું છે અને સંસાર ત્યાગવા તૈયાર થયાં છે. એમને ત્યાગ કરવાને આનંદ છે. જ્યારે તમને બધું ભેગું કરવાને આનંદ છે. પણ યાદ રાખજે. તમે ગમે તેટલું ભેગું કરે, પણ અંતે એક દિવસ તે છોડવું જ પડશે.
સંત સમાગમ માણસને પિતાના સમાન બનાવી દે છે.
એક વખત એક ગરીબ માણસને ઘેર એક મહારાજ આવીને ઉભા રહ્યાં અને બોલ્યા, મૈયા! ભિક્ષા દે. મહારાજ આંગણામાં ઉભા છે. આ ઘર ખૂબ જ ગરીબ છે. જેના ઘરમાં સૂવા માટે એક ખાટલો છે. એ ખાટલાને એક પાયો ભાંગી ગયેલ છે. સૂવા માટે એક ગોદડી છે. ગોદડી પણ સાત થીગડાવાળી છે. એક રેટ ઘડીને મૂકવા માટે બીજું ભાજન પણ છે નહિ. ઘરમાં હલ્લા કુસ્તી કરે છે એવી ગરીબાઈ છે. જેની ગરીબાઈની હદ નથી. આંગણે આવીને ઉભેલા મહાત્મા કહે છે મૈયા! ભિક્ષા છે. પણ શું આપે ! આ ગરીબ માણસ કહે છે બાપુ! આજે આપે અમારું આંગણું પાવન કર્યું. આપ અમને કૃતાર્થ કર્યા. આજે અમારી ગરીબની ઝૂંપડીમાં સેનાને સૂરજ ઉગે પણ અમે કમભાગી છીએ. આપને ભિક્ષા આપવા માટે અમારી પાસે આ વા (પા) રોટલા સિવાય બીજું કાંઈ જ નથી. અમે તદન નિધન છીએ. આ વા રોટલે લઈ આપ અમને પાવન કરો. એમ કહી ખૂબ ભાવનાપૂર્વક બે ટલે મહાત્માના પાત્રમાં મૂકે છે.
આ ગરીબ માણસની ગરીબાઈ જોઈ મહાત્મા પૂછે છે ભાઈ ! તમે આટલા બધા ગરીબ છે? તમારા ઘરમાં બીજું કાંઈ જ નથી? ગરીબ માણસ કહે છે ના બાપુ! ઘરમાં બીજું કાંઈ જ નથી. ચારે ખૂણા સરખાં છે. ઘરના ખૂણામાં પડેલા પથ્થર ઉપર મહાત્માની દૃષ્ટિ પડતાં પૂછે છે-આ સામે પડે છે તે શેને પથ્થર છે ! ત્યારે કહે છે બાપુ! આ તે ચટણી વાટવાને પથ્થર છે. અમે રોજ એનાથી ચટણી વાટી રોટલે ને ચટણ ખાઈએ છીએ. મહાત્મા કહે છે એ પથ્થર લઈને તું ગામમાં દરેક જાતના વેપારીની દુકાને જજે. શાકભાજીવાળાની ગમે તેટલી દુકાને હેય પણ એક જ દુકાને જવું. કરીયાણાની બજારમાં એક કરીયાણાની દુકાને. એમ દરેક બજારમાં, સોની બજારમાં એક ચોકસી, ઝવેરાતની દુકાનમાં એક ઝવેરીને ત્યાં જઈને તું આ પથ્થરની કિંમત